Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

વડોદરાના છાણી વિસ્તારમાં કેનાલમાં ડ્રેનેજની સમસ્યા:ટ્રાફિકની સમસ્યાથી લોકોને હાલાકી

વડોદરા: શહેરના છાણી વિસ્તારોની સમસ્યાના સમાધાન માટે છાણી કેનાલ સોસાયટી ફેડરેશનની રચના કરાઈ છે, તેના સભ્યોએ અનેકવાર કોર્પોરેશનમાં તેના વિસ્તારમાં આવેલી ભૂખી કાંસ, ડ્રેનેજ, રોડ અને ટ્રાફિકની સમસ્યાઓની રજૂઆત કરી હતી છતાં હજુ સુધી કોઈ સારો પ્રતિસાદ મળ્યો નથી.

ફેડરેશનના સભ્યોએ કહ્યું કે ગ્રામ્ય વિસ્તારનું વરસાદી પાણી છાણી કેનાલમાંથી પસાર થઈને વિશ્વામિત્રીમાં મળે છે. પરંતુ કેનાલની બંને બાજુ મકાન અને બિલ્ડિંગોનો કાટમાળના ઢગલા ખડકી દેવાતા તેની રજૂઆત વર્ષ ૨૦૧૮માં કરતા સફાઈ થઈ હતી જો કે ફરી જૈસે થૈની સ્થિતિ જોવા મળી રહી છે, જેને લઈને ચોમાસામાં અહીં દર વખતે પાણી ભરાય જાય છે. બીજી તરફ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા પહેલેથી ઓછી હતી અને ઉપરથી નવા વિસ્તારોનું જોડાણ કરતા પાણી બહાર આવી રહ્યું હતું, જેથી તેઓએ ચેમ્બરને ઊંચી કરી પરંતુ આગળથી ગટરની લાઈન ચોકઅપ હોવાથી રસ્તા ઉપર ગટરના પાણી ફરી વળે છે. વારંવાર પ્રકારની સમસ્યાને કારણે રોગચાળાનો પણ ભય રહે છે.

(5:31 pm IST)