Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

રાષ્ટ્રપતિ સુરક્ષા બંદોબસ્તમાં સવારે ૯નો સમય છતાં ૧૦વાગ્યા સુધી કસુરવાનો ગેરહાજર હતાઃ ગૌતમ પરમાર

એકી સાથે ૧૧ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ તથા ૪ પોલીસ સ્ટાફને રોકડ દંડની બહુ ચર્ચિત ઘટના અંગે અમદાવાદના એડી.પોલીસ કમિશ્નર 'અકિલા' સાથેની વાતચીતમાં ગંભીરતા વર્ણવે છે : સાવધાન, ફેશનના નામે પોલીસ યુનિફોર્મ યોગ્ય રીતે નહિ પહેર્યો હોય તો આકરા પગલા માટે તૈયાર રહેવુ પડશે

રાજકોટ, તા.૩: સવારે ૯ વાગ્યાથી ખૂબ જ અગત્યનો બંદોબસ્ત હોવા છતાં સવારે ૧૦ વાગ્યા સુધી ચોક્કસ સ્ટાફ ફરજ પર હાજર ન હતો. આ બાબત ધ્યાને આવતા ડીસીપી પાસે રીપોર્ટ મંગાવી કસુરવાન પોલીસ સ્ટાફ સામે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી તેમ 'અકિલા' સાથેની વાતચિતમાં અમદાવાદના એડી.પોલીસ કમિશનર ગૌતમ પરમારે જણાવ્યું હતું.                                              

તેઓએ  વિશેષમાં જણાવેલ કે તાજેતરમાં રાષ્ટ્રપતિ અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે સુરક્ષા નિયમો મુજબ તેમના બંદોબસ્ત માટે સવારે ૯  વાગ્યાનો સમય મુકરર કરવા છતાં જેમની સામે કાર્યવાહી થાય છે તેવા અમુક સવારે ૧૦ સુધી બંદોબસ્તમાં હાજર ન હતા, આ બાબત પોલીસ જેવા શિષ્ત્ બળ માટે તમામ રીતે અયોગ્ય અને ગંભીર બાબત હતી.   

ઉકત બાબતે ડીસીપી પાસે રિપોર્ટ મગાવેલ.જે આધારે ૧૧સસ્પેન્ડ અને ૪ સામે રોકડ દંડ કરેલ.                        

 'અકિલા' સાથેની વાતચીતમાં એડી.સીપી.ગૌતમ પરમાર દ્વારા ચોકકસ પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ યુનિફોર્મ પણ યોગ્ય રીતે પહેરવાને બદલે ફેશન અનુરૂપ પહેરવામાં આવે છે તે બાબતને પણ ગંભીર ગણવામાં આવી છે, તેવો એ જણાવેલ કે હવે યુનિફોર્મ યોગ્ય રીતે પહેરવાને બદલે પોતાની મરજી મુજબ પહેરનાર તથા ફરજ પર મોબાઈલ દ્વારા ગેમ રમવામાં મશગુલ પોલીસ સ્ટાફ સામે પણ ઝુંબેશ શરૂ થનાર છે.          

અત્રે યાદ રહે કે રાષ્ટ્રપતિ જેવા મહાનુભાવના બંદોબસ્ત સમયે જેમને સસ્પેન્ડ કરાયા છે તે યાદી આ મુજબ છે.

(૧) PC કલ્પેશકુમાર નાથાલાલ, શાહીબાગ પો.સ્ટે., (૨)  LR  ચિરાગકુમાર નરેશભાઈ, કૃષ્ણનગર પો.સ્ટે., (૩) LR  જીતેન્દ્રભાઈ ધનજીભાઈ, અમરાવતી પો.સ્ટે., (૪) LR મયુર દિલીપભાઈ, અમરાઈવાડી પો.સ્ટે., (૫) HC રાજેશ માનસિંહ, ગોમતીપુર પો.સ્ટે., (૬) LR  ચિરાગ નારાયણભાઈ, ગોમતીપુર પો.સ્ટે., (૭) PC અજયસિંહ નરેશકુમાર, વટવા પો.સ્ટે., (૮) WLR ખુશ્બુબેન રાજેન્દ્રભાઈ, વટવા પો.સ્ટે., (૯) WLR કોમલબેન રાજુભાઈ, વટવા પો.સ્ટે., (૧૦) WLR પ્રિયંકાબેન કૃષ્ણકુમાર, ઓઢવ પો.સ્ટે., (૧૧) WPCS અંકીતાબેન રમણીકલાલ, ઓઢવ પો.સ્ટે.

(4:01 pm IST)