Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

કોરોનાથી ૮૫૦ દર્દીઓનાં જ મોત અને હરિદ્વારમાં ૨૮૦૦ લોકોના અંતિમ સંસ્કાર

સુરતમાં કોરોના દર્દીઓના મોતનાં આંકડામાં મોટો ગોટાળો

અમદાવાદ,તા.૩: દેશમાં કોરોના કેસની સંખ્યામાં  દિવસે દિવસે વધારો થતો જોવા મળ્યો છે સંક્રમિત દર્દીની સંખ્યામાં વધારો થવાનાં કારણે મોતનાં આંકડામાં પણ વધારો જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ચૂંટણી બાદ કોરોનાનાં કેસમાં વધારો થયો છે. ત્યારે સુરત શહેરમાં તંત્રનાં આંકડા મુજબ હાલ અત્યાર સુધી ૮૫૦ લોકો નાં મોત થયા છે પરંતુ કોરોના કાળમાં એકતા ટ્રસ્ટને અંતિમ સંસ્કારની જવાબદારી સોંપવામાં આવી હતી તેના મુજબ ૨૮૦૦ દર્દીઓના અંતિમ સંસ્કાર હરિદ્વાર જઈ ગંગામાં વિસર્જન કરવામાં આવ્યા છે.

ત્યારે ૮૫૦ દર્દીઓનાં મોત અને ૨૮૦૦ દર્દીઓનાં મોતનાં આંકડામાં ખૂબ જ મોટો તફાવત  છે. એકતા ટ્રસ્ટનાં અધ્યક્ષ અબ્દુલ મલબારીએ જણાવ્યું હતું કે લોકડાઉન પછી પણ કોરોના સંક્રમણ ચાલુ રહેવાના કારણે અસ્થિ વિસર્જન સંભવ થયું ન હતું , પરિવારજનોની મંજૂરી પછી પણ ૨૮૦૦ અસ્થિઓ સંભાળીને રાખવામાં આવી હતી. ૨૮ ફેબ્રુઆરીનાં રોજ ટ્રસ્ટ આઠ હિન્દુ તેમજ ૨ મુસલમાન લોકોએ હરિદ્વાર જઈને આ અસ્થિ વિસર્જન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અસ્થિઓ એ દર્દીઓની હતી કે જેનું મોત કોરોનાનાં લક્ષણો દેખાવના કારણે તેમજ કોરોનાની ગંભીર બીમારીનાં કારણે થઈ હતી. જ્યારે તંત્ર મુજબ ૮૫૦ લોકોનાં મોત જ કોરોનાની બીમારીથી થયા છે.

સ્વાથ્ય વિભાગનું કહેવું છે કે કોરોનાથી મોત થયેલ દર્દીઓની પુષ્ટિ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે.કે જે નક્કી કરે છે કે દર્દીનું મોત કોરોનાનાં કારણે થયું છે કે નહિ. જે દર્દીઓમાં કોરોનાનાં લક્ષણ દેખાતા હોય અને તેને હોસ્પિટલમાં દાખલ કર્યા હોય બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યા પહેલા કે પછી રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ જો તેમનું મોત થયું હોય તો તેમને કોવિડ ગાઈડલાઈન મુજબ જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. (રાજસ્થાન પત્રિકામાંથી સાભાર)

(3:59 pm IST)