Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ : છેલ્લા બે વર્ષમાં વિદેશીની ૧૫ાા કરોડ બોટલ પકડાઇ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૩ : રાજ્‍યમાં બે વર્ષમાં રૂપિયા ૧૯૮,૩૦,૧૨,૮૨૬ની ૧૫,૫૮,૬૫,૧૯૯ વિદેશી દારૂની બોટલ, રૂપિયા ૩,૬૫,૯૨,૮૩૩નો ૩૪,૭૨,૭૨૨ લીટર દેશી દારૂ અને રૂપિયા ૧૩,૧૮,૩૩,૩૪૮ની ૪૧,૨૩,૫૦૩ બિયરની બોટલ મળીને કુલ દેશી-વિદેશી દારૂ અને બિયર ૨૧૫,૧૪,૩૯,૦૦૭ની કિંમતનો પકડાયેલ છે તેમજ રૂપિયા ૬૮,૬૦,૩૩,૩૧૦ની કિંમતના અફીણ, ગાંજો, ચરસ, પોસડોડા/પાવડર, હેરોઇન, મેફેડ્રોન અને અન્‍ય માદક પદાર્થ - પાવડર પડકાયેલ છે, આ ગુનાઓમાં સંડોવાયેલા ૪,૫૪૫ આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી છે. દેશી અને વિદેશી દારૂની બાબતે હકીકત તો એ છે કે સને ૨૦૨૦માં ૬૭ દિવસના સતત લોકડાઉન અને કોરોના મહામારી હોવા છતાં અમુક જિલ્લાઓમાં ૨૦૧૯ કરતા ૨૦૨૦માં વધુ દારૂનો જથ્‍થો પકડાયો છે. પોલીસ અને સરકારની રહેમ નજર હેઠળ જ રાજ્‍યની સરહદોથી દારૂનો ગેરકાયદેસર જથ્‍થો રાજ્‍યમાં ઠાલવવામાં આવે છે. સરકારે વિધાનસભામાં આ માહિતી આપી હતી. સરકારે જિલ્લાવાર આંકડા આપ્‍યા હતા.

(12:12 pm IST)