Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

રાજપીપળા ખેતીવાડી વિભાગમાં પેટા વિભાગ દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા ખેતીવાડી શાખા ખાતે પેટા વિભાગ દ્વારા ખેડુત શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યત્વે ઈન્ટરનેશનલ યર ઓફ મીલેટ પાક વિશે માહિતી આપવા માં આવી. ધાન્ય પાકો જેવા કે નાગલી, સામો, કોદરી, બાજરી, જુવાર, બંટી, રવો વગેરે પાક વાવેતર માટે માહીતી આપવામાં આવી. તથા પી.એમ કીસાન યોજના હેઠળ e kyc માટે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પશુપાલન ખાતા દ્વારા વિવિધ યોજનાઓની માહીતી આપવામાં આવી સાથે સાથે રોગો માટે માહીતી આપવામાં આવી. જી. જી. આર. સી. દ્વારા નવીન ટપક સિંચાઈ પદ્ધતિ માહિતી આપવા આવી હતી.
જેમાં મુખ્યત્વે જીલ્લા ખેતીવાડી અધિકારી વિનોદ પટેલ મદદનીશ ખેતી નિયામક વિનય પટેલ,ખેતી અધીકારી સુરેશભાઈ કંજારીયા, વિસ્તરણ અધિકારી ખેતી કે.બી. વસાવા, પી.જી .બારીયા તથા ગ્રામ સેવકો અને ખેડૂતો એ હાજરી આપી.હતી.

(11:10 pm IST)