Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

આમદલા ગામે સગીર દીકરીને લગ્નની લાલચ આપી શરીર સુખ માણનાર યુવાન સામે ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના આમદલા ગામમાં સગીરા પર બળાત્કાર કરનાર યુવાન વિરૂદ્ધ કેવડીયા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે

પ્રાપ્ત માહિતી અનુસાર આમદલા ગામમાં એક સગીર વયની દીકરી ગઇ તા.૩૧/૦૧/૨૦૨૩ ના બપોરના ત્રણેક વાગ્યે પોતાના ઘરે એકલી હતી તે વખતે ગામનો અલ્પેશ જેસંગભાઇ તડવી એકલતાનો લાભ લઇ તેના ઘરે ગયેલ સગીર વયની છોકરીને પટાવી, ફોસલાવી ઘરના પાછળના ભાગે ખેતરમા લઇ જઇ લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર શરીર સુખ માણતા સગીરાની માતા એ ફરિયાદ કરતા પોલીસે અલ્પેશ તડવી વિરૂદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(11:05 pm IST)