Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

સાંજે દહેગામ પંથક સહિત ગાંધીનગર તેમજ આસપાસના વિસ્તારોમાં લાઇટિંગ ટ્રેન જોવાતા લોકોમાં કુતુહલ સર્જાયું

- રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા 48 કલાકમાં દેખાયેલ આ પ્રકાશની લીટી ખરેખર શું છે ? તેને લઈને લોકોમાં અનેક ચર્ચા

દહેગામ પંથક સહિત ગાંધીનગર તેમજ તેના આસપાસના વિસ્તારમાં શુક્રવારે સાંજના સમયે આકાશમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. લાઇટિંગ ટ્રેન જેવો આ નજારો જોઈને લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું. રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા 48 કલાકમાં દેખાયેલ આ પ્રકાશની લીટી ખરેખર શું છે ? તેને લઈને લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. આ કોઈ ખગોળીય ઘટના છે કે પછી યુ.એફ.ઓ. જેવું કોઈ યાન કે પછી કોઈ અન્ય પદાર્થ છે તે બાબતે લોકો અસમંજસ અનુભવી રહ્યા છે. જોકે,  આકાશમાં દેખાતો આ પ્રકાશનો લિસોટો સૌ કોઈને આકર્ષિત કરી રહ્યો છે. શુક્રવારે ગાંધીનગર -  દહેગામ તેમજ આસપાસના વિસ્તારમાં પણ આ પ્રકાશીય લીસોટો જોવા મળતા લોકોએ તેનો વિડીયો ઉતારીને કેમેરામાં કેદ કર્યો હતો. અગાઉ પણ આ રીતનો પ્રકાશનો લિસોટો કે લાઇટિંગ ટ્રેન જેવો પદાર્થ દેખાયો હતો.

આજે ગાંધીનગર જિલ્લામાં જેવી રીતે આકાશમાં એક અનોખો નજારો જોવા મળ્યો તેવો નજારો ગઇકાલે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બાલીસણામાં પણ દેખાયો હતો. અહી સાગરભાઈ પટેલે ગુરુવારે મોડી સાંજે આકાશમાં લાઈટની લાઈન જતી જોઈ હતી. પ્રકાશ દેખાયો હતો ત્યારબાદ અવાજ પણ સંભળાયો હતો અને થોડી વાર પછી લાઈન દેખાતી બંધ થઇ ગઈ હતી.જેમણે પોતાના મોબાઈલમાં આ ઘટના કેદ કરી હતી અને બધાને આ ઘટના મોકલી પણ હતી. આકાશમાં એક લાઈનમાં ચાલતી પ્રકાશ વાળી ટ્રેન જેવું શું હતું એ ખબર નથી પડી પરંતુ કુતુહુલ લાઈટીંગ લાઈન આકશમાં લોકોએ જોઈ હતી અને આ ઘટના વાઈરલ થયા બાદ લોકો આકશમાં જોવા લાગ્યા હતા પરતું કઈ દેખવા મળ્યું ન હતું.

(9:13 pm IST)