Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

જૂનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી:અમદાવાદ અને વડોદરામાં સર્ચ

વડોદરામાં નિશિકાંત અને ભાસ્કરની ઓફિસ જ્યારે કેતન બારોટની ઓફિસ અમદાવાદમાં સર્ચ કાર્યવાહી

અમદાવાદ :જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપરલીંક મામલે ગુજરાત એટીએસ દ્વારા એક પછી એક તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. એવામાં જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં વધુ બે આરોપી ઝડપાયા છે. જુનિયર ક્લાર્ક પેપરલીક ના બે આરોપી નિશિકાંત સિંહા અને સુમિત રાજપૂતને ગુજરાત ATSએ કોલકોતાથી પકડી પાડ્યા છે. જણાવી દઈએ કે જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં અત્યાર સુધી 19 આરોપી ઝડપાયા છે. જેમને વડોદરા કોર્ટમાં રજૂ કરાય છે. તેમજ આરોપીઓની ઓફિસમાં સર્ચ હાથ ધરાયું છે.

જૂનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ગુજરાત ATSની કાર્યવાહીનો ધમધમાટ શરૂ છે. આરોપીઓની ઓફિસમાં સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  નિશિકાંત સિંહા, ભાસ્કર ચૌધરી અને કેતન બારોટની ઓફિસમાં સર્ચની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  નિશિકાંત અને ભાસ્કરની ઓફિસ વડોદરામાં આવેલી છે જ્યારે કેતન બારોટની ઓફિસ અમદાવાદમાં છે. તેમને જણાવી દઈએ કે, આ તમામ ઓફિસ એક્ઝામિનેશન સેન્ટર્સ પણ છે.

પેપર લીક મામલે યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધીને ખુલાસો કરતા કહ્યું કે, રવિવારના રોજ પરીક્ષામાં પેપર ફૂટવાની સંભાવના વ્યક્ત કરી હતી અને તેના જ ભાગરૂપે જે તપાસ થઇ તેની ATSએ તપાસ કરી. ATSએ કરેલી તપાસમાં જે પણ નામ સામે આવ્યા છે, જે શંકાસ્પદ વ્યક્તિઓ પેપર ફોડવાની  ઘટના સાથે સંકળાયેલા હતા તેઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે નામ જાહેર થયા છે તેમાં મુખ્ય 3 વ્યક્તિઓ કે ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્મા (પ્રાંતિજ) કે જેઓ માત્ર જુનિયર ક્લાર્કના પેપર લીક સાથે જ સંકળાયેલા નથી. તેઓ કેન્દ્ર સરકાર દ્વારા તમામ ઓનલાઇન પરીક્ષાના કૌભાંડ સાથે સીધા સંકળાયેલા છે. જેમ કે, ભૂતકાળમાં જે-જે પણ પરીક્ષાઓ લેવાઇ છે તેમાં મેડિકલમાં એડમિશન અપાવવાના બહાને પણ 70થી 80 લાખ રૂપિયા ઉઘરાવેલા છે.'

જુનિયર ક્લાર્કના પેપર લીક પ્રકરણમાં પ્રમુખ બજાર કોમ્પ્લેક્સમાં આવેલા સ્ટેકવાઇસ ટેક્નોલોજીને પોલીસે સીલ કરી દીધું હતું. જે બાદ  અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, કારણ કે 1 ફેબ્રુઆરી, 2023ના રોજ લેવામાં આવનાર  JEEની પરીક્ષા માટે 400 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર માટે વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલ સ્ટેકવાઇઝ ટેકનોલોજી સેન્ટર ફાળવવામાં આવ્યું હતું. 

(8:42 pm IST)