Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ગુજરાતનું સ્‍ટેમ્‍પ ડયુટી કલેકશન ૧૯ ટકા વધીને ૮૭૬૯ કરોડ રૂપિયા

પ્રોપર્ટીના રજીસ્‍ટ્રેશનમાં ૧૧ ટકાનો વધારો

અમદાવાદ, તા.૩: કોરોના મહામારી પછી રીયલ એસ્‍ટેટ ક્ષેત્રએ ૨૦૨૨માં પોતાનો ઝળહળતો દેખાવ જાળવી રાખતા સ્‍ટેમ્‍પ ડયુટી અને રજીસ્‍ટ્રેશન ફીનારૂપમાં સરકારી આવકમાં ગયા વર્ષ કરતા ૧૯ ટકાનો અને પ્રોપર્ટીના રજીસ્‍ટ્રેશનમાં ૧૧ ટકાનો વધારો દર્શાવ્‍યો છે.અધિકૃત આંકડાઓ અનુસાર, ૨૦૨૨માં રાજયમાં ૧૫,૯૭,૧૮૮ પ્રોપર્ટીઓનું રજીસ્‍ટ્રેશન થયુ હતુ જે ગયા વર્ષની ૧૪,૨૯,૬૦૭ પ્રોપર્ટીઓની સરખામણીમાં ૧૧ ટકા વધારે હતુ. સ્‍ટેમ્‍પ ડયુટી અને રજીસ્‍ટ્રેશન ફીની સરકારી રેવન્‍યુ ૨૦૨૧ના ૭૩૩૭.૯ કરોડથી ૧૯ ટકા વધીને ૨૦૨૨માં ૮૭૬૯ કરોડ રૂપિયા થઇ હતી.મહામારી અને લોકડાઉનવાળા વર્ષ  ૨૦૨૦ સાથે જો સરખામણી કરવામાં આવે તો ૨૦૨૨માં પ્રોપર્ટી રજીસ્‍ટ્રેશનમાં ૫૭ ટકા અને સ્‍ટેમ્‍પ ડયુટીની રેવન્‍યુમાં ૯૪ ટકાનો વધારો જોવા મળ્‍યો છે.અમદાવાદમાં પ્રોપર્ટી રજીસ્‍ટ્રેશનમાં છેલ્લા ત્રણ વર્ષ દરમ્‍યાન નોંધપાત્ર વધારો જોવા મળ્‍યો છે. અમદાવાદ જીલ્લામાં ૨૦૨૦માં ૧.૭૩ લાખ પ્રોપર્ટીઓનું રજીસ્‍ટ્રેશન થયુ હતુ જે ૨૦૨૧માં વધીને ૨.૬૩ લાખ અને ૨૦૨૨માં ૨.૯૬ લાખે પહોંચ્‍યુ હતુ. સ્‍ટેમ્‍પ ડયુટી અને રજીસ્‍ટ્રેશન ફીની આવક ૨૦૨૧માં ૧૩૩૧ કરોડ હતી જે ૨૦૨૧માં વધીને ૨૩૧૦ કરોડ થઇ હતી. ૨૦૨૨માં અમદાવાદ જીલ્લામાં સ્‍ટેમ્‍પ ડયુટી અને રજીસ્‍ટ્રેશન ફીની આવક ૨૯૬૩ કરોડ પર પહોંચી હતી.

રીયલ એસ્‍ટેટ ક્ષેત્રના સુત્રોએ કહ્યું કે પ્રોપર્ટીના રજીસ્‍ટ્રેશનમાં વધારો દર્શાવે છે કે રીયલ એસ્‍ટેટ ઇન્‍ડસ્‍ટ્રી ફરીથી પાટે ચડી રહી છે. જો રજીસ્‍ટ્રેશન ફીમાં ઘટાડો કરવામાં આવે તો રીયલ એસ્‍ટેટ ક્ષેત્રનો હજુ પણ વિકાસ થઇ શકે છે

(4:06 pm IST)