Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ગુજરાતમાં એમેઝોન સેલર બેઝ છેલ્લાં ૧૮ મહિનામાં ૫૦ ટકા વધ્‍યો

અમદાવાદઃ એમેઝોન ઈન્‍ડિયાએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં ઓનલાઈન માર્કેટપ્‍લેસ પર ૧.૭ લાખ વિક્રેતાઓ છે અને ૧૮ મહિનામાં ૫૦ ટકા નો વધારો નોંધાયો છે. ભારતમાં એમેઝોનના કુલ વિક્રેતા બેઝના લગભગ ૧૫ ટકા ગુજરાતના વિક્રેતાઓ ધરાવે છે અને કંપની વધુ એમએસએમઈને ડિજિટાઈઝેશન હેઠળ લાવવા માટે પ્રતિબદ્ધ છે.એમેઝોને ઓનલાઈન માર્કેટપ્‍લેસ પર ન્‍યૂ ટુ ઈ-કોમર્સ' વિક્રેતાઓ લાવવાની તેની પ્રતિબદ્ધતા અનુસાર નવા વિક્રેતાઓ માટે રેફરલ ફી માફીની પણ જાહેરાત કરી હતી.  એમેઝોનડોટ.ઈન પર નોંધણી કરાવનાર નવા વિક્રેતાઓને ૧૫ જાન્‍યુઆરી થી ૧૪ એપ્રિલ ૨૦૨૩ની વચ્‍ચેના ૬૦ દિવસના સમયગાળા માટે રેફરલ ફી પર ૫૦ ટકા  ફી માફી માટે પાત્ર બનશે. માફીનો ઉદ્દેશ્‍ય નવા વિક્રેતાઓને પ્રોત્‍સાહિત કરવાનો છે તેમને ગ્રાહક આધાર બનાવવામાં અને આવક વધારવામાં મદદ કરવાનો છે. તેમ ઇ.એસ અને એમ એફ નેટ એમેઝોન ઈન્‍ડિયાના ડાયરેક્‍ટરશ્રી ક્ષિતિજ જૈનએ જણાવ્‍યું હતું.

(3:10 pm IST)