Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

હિલેરી કલીન્‍ટન અમદાવાદના મહેમાન બનશે

પાંચમીએ સેવા - કુડા ડેઝર્ટ - IIT ગાંધીનગરની મુલાકાત લેશે

નવી દિલ્‍હી, તા.૩: અમેરિકાના ભૂતપૂર્વ પ્રથમ મહિલા હિલેરી કલીન્‍ટન ફરી એકવાર અમદાવાદની મુલાકાતે આવશે. હિલેરી કલીન્‍ટન છેલ્લે ૨૦૧૮માં ઇશા અંબાણીના લગ્ન વખતે ભારત આવ્‍યા હતા અને ત્‍યારે તેમણે અમદાવાદના સેલ્‍ફ એમ્‍પ્‍લોઇડ વીમેન્‍સ એસોસીએશ (ેસેવા)ની મુલાકાત લીધી હતી.

૨૦૦૮માં અમેરિકન રાષ્‍ટ્રપતિપદના ઉમેદવાર અને ભૂતપૂર્વ સેક્રેટરી ઓફ સ્‍ટેટ હીલેરી ૫ ફેબ્રુઆરીએ અમદાવાદ આવશે. પોતાની મુલાકાત દરમ્‍યાન તેઓ આઇટીસીની નર્મદા હોટલમાં રોકાશે અને ‘સેવા' ઉપરાંત શહેરના કેટલાક ઐતિહાસીક સ્‍થળોએ જશે. સેવાના સ્‍થાપક ઇલા ભટ્ટે હિલેરીની ૧૯૯૫ની શહેરની પ્રથમ મુલાકાત વખતે તેમને પ્રેરણા આપી હતી અને ત્‍યારથી તેઓ તેમના સંપર્કમાં હતા. ઇલા ભટ્ટ ગયા વર્ષે નવેમ્‍બરમાં ૮૯ વર્ષની વયે અવસાન પામ્‍યા હતા. પોતાના આ આ પ્રવાસ દરમ્‍યાન હિલેરી અમદાવાદથી ૧૪૬ કીલોમીટર દૂર આવેલા કુડાના નાના રણની અને આઇઆઇટી ગાંધીનગરની પણ મુલાકાત લેશે.

પોલિસના એક ઉચ્‍ચ સુત્રએ કહ્યું કે હિલેરી કલીન્‍ટનની મુલાકાત દરમ્‍યાન તેમની સુરક્ષા માટે એક સ્‍પેશ્‍યલ ટીમ તહેનાત સુરક્ષા ચેક કરવામાં આવશે. તેઓ અમદાવાદથી ગાંધીનગર અને કુડા રોડ માર્ગે જાય તેવી શકયતા છે.

(12:48 pm IST)