Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

વડોદરા:બોગસ સરકારી દસ્તાવેજો અને નકલી ચલણી નોટ છાપનાર મહાઠગ શાહનવાઝ ઉર્ફે શાનને ૧૦ વર્ષની સજા

ત્રણ સાગરિતોને પણ પાંચ-પાંચ વર્ષની સજા ફટકારી: મહાઠગ શાહનવાઝ ઉર્ફે શાનુ મોહંમદ ઇદરીશ પઠાણ અને તેની ટોળકીએ કલર પ્રિન્ટર ઉપર નકલી નોટો છાપી બજારમાં ફરતી કરી હતી

વડોદરા : છ વર્ષ અગાઉ ૨૦૧૬માં નોટબંધીને કારણે નાની ચલણી નોટોની તંગી ઉભી થતાં શહેરના ડભોઇ રોડ કિશાનનગરમાં રહેતા મહાઠગ શાહનવાઝ ઉર્ફે શાન પઠાણે ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ની બનાવટી ચલણી નોટો છાપી બજારમાં ફરતી કરી હતી. આ સાથે તેણે બોગસ સરકારી દસ્તાવેજો અને શાળાની માર્કશીટ સહિત એલસી સહિતના બોગસ દસ્તાવેજો અને સિક્કાની કરામત પર પણ હાથ અજમાવ્યો હતો. દરમિયાન એસઓજીના PI એચ.એમ. વ્યાસ અને તેમની ટીમે શાહનવાઝ અને તેના મળતીયાઓને ઝડપી પડ્યા હતા. આ મામલે અદાલતે મહાઠગ શાહનવાઝ ઉર્ફે શાનને ૧૦ વર્ષની સજા ફટકારવા સાથે તેના ત્રણ સાગરિતોને પણ પાંચ-પાંચ વર્ષની સજા ફટકારી હોવાનું જાણવા મળે છે.

 

(10:50 pm IST)