Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ખેડા : તાન્‍યા હત્‍યા કેસના સંબંધીત બે સગીરોની ટ્રાયલ સામાન્‍ય આરોપીની જેમ થશે

ખેડાઃ કેટલાક સમય અગાઉ ગુજરાતના ખેડા જિલ્લાના નડીયાદ ખાતે સાતેક વર્ષની તાન્યાનું અપહરણ કર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ ખંડણી માટે માસુમની હત્યા કરી નાંખી હતી. કેસમાં પોલીસે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

જેમાં બે આરોપી સગીર વયના છે. ત્યારે નડિયાદ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે બંને સગીર આરોપીઓ સામે સામાન્ય આરોપીની જેમ ટ્રાયલ ચલાવવામાં આવશે. જુવેનાઈલ બોર્ડ સાથે ચર્ચા બાદ નડિયાદ કોર્ટે નિર્ણય લીધો છે.

જો કે બંને સગીર સામે ચિલ્ડ્રન કોર્ટમાં કેસ ચાલશે. કારણ કે સગીરોનો ગુનો વયસ્ક આરોપીઓ જેવો છે. ત્યારે 7વર્ષની માસુમને તેના પાડોશીઓએ અપહરણ કરીને મહિસાગર નદીના બ્રિજ પરથી ફેંકી દીધી હતી.

(12:38 am IST)