Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

અમદાવાદ સહિત ગુજરાતમાં ફરી તાપમાનમાં થયેલો ઘટાડો

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૧૨.૯:લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા સવારમાં ફરીવાર ઠંડી

અમદાવાદ, તા.૨, અમદાવાદ સહિત રાજ્યભરમાં મિશ્ર વાતાવરણની સ્થિતિ વચ્ચે આજે લઘુતમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થયો હતો. અમદાવાદ અને ગાંધીનગર સહિત મોટા ભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. આજે અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૨.૯ ડિગ્રી રહ્યુ હતુ. જ્યારે શહેરમાં મહત્તમ તાપમાન ૩૦.૫ ડિગ્રી રહ્યુ હતુ. ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. નવા વર્ષની શરૂ.આતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. મોડી સાંજે ફુલગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. અમદાવાદમાં હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આજે બપોરે અમદાવાદમાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો.   ગાંધીનગરમાં ગઇકાલે શુક્રવારના દિવસે ૧૪.૫ ડિગ્રીની સામે આજે તાપમાન ગગડીને ૧૧.૬ ડિગ્રી થયુ હતુ. ગાંધીનગરમાં ફરી લોકોને ઠંડીનો અનુભવ થયો હતો. નલિયામાં શુક્રવારે ૧૨.૫ ડિગ્રી તાપમાનની તુલનામાં આજે ૧૨.૪ ડિગ્રી તાપમાન રહ્યુ હતુ.  બીજી બાજુ હવામાન વિભાગ તરફથી આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન  ૧૨ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બે-૩ ડિગ્રી વચ્ચે ઘટાડો થઇ શકે છે.   બીજી બાજુ સ્થાનિક આગાહીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં  નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે.  અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૨.૯ રહ્યું હતું. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે અને તાપમાન ઘટીને ૧૨ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આજે ગાંધીનગરમાં ૧૧.૬ અને મહુવામાં ૧૪.૧ડિગ્રી તાપમાન રહ્યું હતું જ્યારે ભાવનગરમાં ૧૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું. મિશ્ર સ્થિતિના લીધે મોટી વયના લોકો ભારે પરેશાન છે. 

(9:36 pm IST)