Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

સુરતમાં વિધવા ભાભીની એકલતાનો ફાયદો ઉઠાવી નરાધમ દિયરે છેડતી કરતા ધરપકડ

સુરત:કોસાડ એસએમસી આવાસમાં ગતસાંજે વિધવા ભાભીને બાથમાં લઈ બિભત્સ માંગણી કરનાર લબરમૂછીયા દિયરની અમરોલી પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોસાડ એસએમસી આવાસમાં રહેતી યુવાન વિધવા ગતસાંજે તેના ઘરે એકલી હાજર હતી ત્યારે તેનો ૨૦ વર્ષિય દિયર બિલાલ બિહારથી ઘરે આવ્યો હતો અને અચાનક વિધવાને બાથમાં લઈ બિભત્સ માંગણી કરી હતી.
વિધવાએ પ્રતિકાર કરતાં બિલાલે ગાળો આપી જો તું મારી સાથે શરીરસંબંધ નહીં બાંધે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી વિધવા ભાભીને માર માર્યો હતો અને ડ્રેસ ફાડી નાંખ્યો હતો. બનાવ અંગે વિધવાએ પોલીસ સ્ટેશન પહોંચી દિયર બિલાલ વિરુધ્ધ છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે દિયરની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીએસઆઈ સી. આર. દેસાઈ કરી રહ્યાં છે.

(5:20 pm IST)