Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

સુરતના કપોદ્રામાં રિક્ષામાં વૃદ્ધ દંપતીના થેલામાંથી 1.80 લાખના દાગીનાની લૂંટ

સુરત:ના કાપોદ્રામાં રહેતા પુત્રને મળવા મોરબીથી આવેલા વૃધ્ધ દંપત્તિને રેલ્વે સ્ટેશન આર્યુવેદીક ગરનાળાથી રીક્ષામાં બેસાડી રીક્ષાચાલક બે સાગરીતો સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન મળી રૃ. ૧.૮૦ લાખની મત્તા થેલામાંથી ચોરી ભાડું લીધા વિના ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના નાનીવાવડી ગામમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતાં ૭૧ વર્ષિય પ્રભુલાલભાઈ નથુભાઈ પડસુંબીયા ગત સવારે પત્ની મંજુબાલેન (ઉ.વ.૬૫) સાથે સુરતના કાપોદ્રા હીરાબાગ શાંતિનગર એપાર્ટમેન્ટમાં રહેતા પુત્ર રજનીકાંતભાઈને ત્યાં આવવા ટ્રેનમાં નીકળ્યા બાદ સાંજે ૬ઃ૩૦ વાગ્યે સુરત સ્ટેશને ઉતરી પગપાળા આર્યુવેદીક ગરનાળા પહોંચ્યા હતા. ત્યાંથી રીક્ષા ભાડે કરી તેમાં અગાઉથી બે યુવાનો પાછળ બેઠા હતા. જેથી વૃદ્ધાનો સામાન સાથે પાછળ અને પ્રભુલાલને રીક્ષાચાલકે પોતાની સાથે બેસાડયા હતા.
દરમિયાન રીક્ષા ચાલકે વૃધ્ધ દંપત્તિને હીરાબાગ લઈ જવાને બદલે સુરત સુપર સ્ટોર નજીક પેટ્રોલ પંપ પાસે ઉતારી ભાડું લીધા વિના ચાલ્યો ગયો હતો. ત્યાંથી વૃધ્ધ દંપત્તિ ડાયરેક્ટ રીક્ષા કરી પુત્રના ઘરે પહોંચ્યા બાદ થેલામાંથી ૧.૮૦ લાખના ઘરેણાં ભરેલો પ્લાસ્ટીકનો ડબ્બો અને પાકીટમાં મૂકેલો મોબાઈલ ફોન ગાયબ હતો.
રીક્ષામાં પાછળ બેસેલા ૧૮ થી ૩૦ વર્ષના બે સહપ્રવાસીએ મુદ્દામાલ સેરવી લીધો હતો. બંને યુવાન અને રીક્ષાચાલક વિરુધ્ધ કાપોદ્રા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

(5:19 pm IST)
  • રાજસ્થાન – મધ્યપ્રદેશ - ગુજરાતમાં પણ રિલિઝ થશે 'પદ્માવત': કરણી સેના તૈયારઃ મુંબઇઃ દુનિયાભરમાં બમ્પર કમાણી કરી રહેલી પદ્માવત હવે જયાં કરણી સેનાનો વિરોધ છે ત્યાં પણ રિલીઝ થશેઃ આ પ્રકારના સંકેતો સ્વયં શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ આપ્યો છેઃ એટલુ જ નહિ કરણી સેના તરફથી ભણસાલી પ્રોડકશનને ભરોસો અપાયો છે કે અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાતમાં વિરોધ નહી કરીએઃ આ બધુ કરણી સેનાએ એક પત્રના માધ્યમથી કહ્યુ છે access_time 11:57 am IST

  • બાબા અમરનાથના ભક્તો માટે ખુશખબર : ૨૮ જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ તીર્થ યાત્રા માટે એડ્વાન્સ રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થશે : દેશભરમાં પંજાબ નેશનલ બેન્ક, જમ્મુ- કાશ્મીર બેન્ક, યશ બેન્કની ૪૩૦ શાખામાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન ૧લી માર્ચથી શરૂ થઈ જશે. access_time 3:04 pm IST

  • વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પૂર્વ વિદ્યાર્થીએ હેડ ઓફીસમાં આગ લાગી : ફાયર ફાઈટરો ઘટનાસ્થળે : આગ લાગતા ૫૦થી વધુ કર્મચારીઓને ઓફીસની બહાર કાઢવામાં આવ્યા : પૂર્વ વિદ્યાર્થીએ આગ લગાડી હોવાની શંકાએ સિકયુરીટી ગાર્ડે આ વિદ્યાર્થીને ઝડપી લીધો access_time 9:31 am IST