Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

બનાસકાંઠામાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ

બનાસકાંઠા:માં બે જૂથ વચ્ચે અથડામણ થયાની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પીલુડા ગામે સામાન્ય બોલાચાલી બાદ બે જૂથો વચ્ચે અથડામણની ઘટના બની હતી. સાવ નજીવી બાબતે ગામમાં બે જૂથો વચ્ચે અથડામણની ઘટના બની ગઈ હતી.

બે જૂથો દ્વારા તલવાર અને લાકડીઓ વડે એકબીજા પર હુમલો કરાયો હતો. જેના બાદ ગામમાં ભયનો માહોલ ઉભો થયો હતો. આ અથડામણમાં 6 લોકોને ઈજા પણ થઈ છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલાની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

જો કે અથડામણ કઈ નજીવી બાબતે થઈ હતી તે જાણવા મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ થરાદ તાલુકાના પાવડાસણ ગામે પણ જમીન બાબતે રબારી અને ઠાકોર કોમ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં પણ 6 લોકોને ઈજા થઈ હતી. આ અથડામણમાં એક કોમ તરફથી ટ્રેકટરથી ટક્કર મારવામાં આવી હતી. જેના બાદ મામલો બિચક્યો હતો.

મામલો ઉગ્ર બનતા તલવાર અને ધારિયા વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. બે કોમો વચ્ચેની અથડામણમાં બે મહિલા સહિત ત્રણને ગંભીર ઇજા થઈ હતી. ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતા. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી હતી.

(5:17 pm IST)