Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

નિકોલમાં બાઈક પર આવેલ બે ગઠિયા મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરી છૂમંતર

અમદાવાદ:નિકોલ વિસ્તારમાં સોનાનાં દોરાની ચીલઝડપની બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.આ અંગેની વિગત એવી છે કે નિકોલ-નરોડા રોડ પારસ ગેલેકસી પાસે આવેલ નિલકંઠ વિલા ખાતે રહેતી આરતીબહેન પુષ્પેન્દ્રભાઇ શર્મા નામની મહિલા બપોરે ૧ વાગ્યાના સુમારે પોતાના ઘર નજીક ઊભી હતી ત્યારે અચાનક જ બાઇક પર આવી ચડેલા બે ગઠિયાઓ આરતીબહેનનાં ગળામાંથી રૂ.૪પ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી પળવારમાં પલાયન થઇ ગયા હતા. મહિલાએ બૂમાબૂમ કરતા લોકોના ટોળાં એકત્ર થયા હતા અને ચેઇન સ્નેચરોનો પીછો કર્યો હતો. પરંતુ ચેઇન સ્નેચરો હાથમાં આવ્યા ન હતા. પોલીસે આ‌રતીબહેનની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:17 pm IST)