News of Saturday, 3rd February 2018

આણંદના અડાસમાં જમીનનો કેસ પરત લેવા બાબતે ધારિયું મારી ઇજા પહોંચાડનાર ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ:તાલુકાના અડાસ ગામે જમીનનો કોર્ટ કેસ પાછો ખેંચી લેવાનું કહી ગાળો બોલતા શખ્સને ગાળો બોલાવાની ના પાડનારને ધારીયું મારવા ઉપરાંતગાડી ઉપર પથ્થરો મારી જાનથી મારી નાખવાની ધમકીઓ ઉચ્ચારી હતી. આ અંગે વાસદ પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ઘ ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ અડાસ ગામે રહેતા સંપતસિંહ રાયસિંહ રાજને ગઈકાલે સાંજના સુમારે અડાસ સીમની રાહજહાં તલાવડીએ આવેલા મનુભાઈ સાલમભાઈ રાજે કહ્યું હતું કે, જમીનના ભાગ માટે કોર્ટમાં જે કેસ ચાલે છે તે પાછો ખેંચી લે કહી ગાળો બોલી હતી. આ અંગે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા મનુભાઈ રાજે ધારીયું મારી દેતા ખભાના ભાગે ઈજાઓ પહોંચી હતી અને નીચે પડી જતાં હાથની કોણીના ભાગે છોલાઈ ગયું હતું.
આ દરમ્યાન સંપતસિંહ પોતાની ઈકો ગાડી લઈ જતા હતા ત્યારે રસ્તામાં અન્ય જસવંતસિંહ સાલમસિંહ રાજ અને દિગ્વિજયસિંહ આવી ચઢ્યા હતાં અને ત્રણેય જણાઓએ ભેગા મળી ગાડીનો કાચ તોડી નાંખીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અંગે વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:17 pm IST)
  • જમ્મુ કાશ્મીરના બારામુલામાંથી બે આતંકીઓ ઝડપાયા : સુરક્ષાદળોએ બંને આતંકીઓની કરી ધરપકડ : તેઓએ પાકિસ્તાનમાં ટ્રેનીંગ લીધી હોવાનું ખુલ્યુ access_time 5:55 pm IST

  • અમદાવાદ : અમિતભાઈ શાહના પુત્ર જય શાહે ખાનગી ન્યૂઝ પોર્ટલ (ધ વાયર પોર્ટલ) સામે કરેલી બદનક્ષીની ફરીયાદનો મામલો : આજે મેટ્રો કોર્ટમાં પોર્ટલના એડિટર રોહિણી સિંગ સહિત તમામ કોર્ટમાં હાજર રહ્યા : હવે પછીની સુનવણી ૧૭ માર્ચે access_time 3:33 pm IST

  • ઈશરત જહાં એન્કાઉન્ટર કેસનો મામલો : સેન્ટ્રલ આઈબીના પૂર્વ ઉચ્ચ અધિકારીની અરજી પર સુનાવણી પૂર્ણ : સીબીઆઈ કોર્ટે ૧૬ ફેબ્રુઆરી સુધી ચુકાદો અનામત રાખ્યો access_time 3:33 pm IST