Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

કઠલાલના સરખેજમાંથી પોલીસે બુટલેગરને દોઢ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપ્યો

કઠલાલ: તાલુકાના સરખેજ ગામમાં આવેલા ગણેશપુરામાં રહેતા એક દારૂનો બુટલેગર પોતાના મકાનમાં વિદેશી દારૂ રાખતો હોવાની બાતમી કઠલાલ પોલીસને મળતાં પોલીસે દરોડો પાડી રૂ.૧,૪૪,૦૦૦ નો વિદેશી દારૂ જપ્ત કરી એકની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ કઠલાલ પોલીસન બાતમી મળી હતી કે સરખેજ ગામના ગણેશપુરા વિસ્તારમાં રહેતા દશરથભાઈ ભેમાભાઈ રાઠોડે પોતાના ઘરના અડારીયામાં વિદેશી દારૂ સંતાડ્યો છે. જેથી પોલીસે રેડ કરતાં ૪૮૦ બોટલ કિંમત રૂ. ૧,૪૪,૦૦૦ નો વિદેશી દારૂ પકડાયો હતો. પોલીસે દશરથ રાઠોડની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(5:16 pm IST)