Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

રાજકોટમાં પીએસઆઇએ અમદાવાદમાં છેડતી કરીઃ ફરીયાદ કરવા ગયા તો ધક્કા મારીને હાંકી કાઢયા

અમદાવાદઃ પોલીસ સમક્ષ ફરીયાદ કરવા આવતા ફરીયાદીને પોલીસ જયારે ધક્કા મારીને કાઢી મુકે છે ત્યારે કેવા હાલ થાય? આવો જ એક કિસ્સો અમદાવાદમાં બનતા પોલીસ સામે રોષ ફેલાયો છે

સેવા સુરક્ષા અને શાંતિ સ્થાપવાનુ કાર્ય કરતી પોલીસ નિષ્પક્ષ રહીને કાર્ય કરે તે જરૂરી છે. પરંતુ અમદાવાદમાં આનાથી તદ્દન વિપરીત કિસ્સો સામે આવ્યો છે. સરદારનગર પોલીસની દાદાગીરીના દ્રશ્યો સોશ્યલ મીડીયામાં વાયરલ થયા છે.

પોલીસકર્મી સામે ફરિયાદ કરવા ગયેલા ફરિયાદીને ધક્કા મારીને હાંકી કાઢવામા આવ્યા હતા. રાજકોટમાં ફરજ બજાવતા ભ્લ્ત્હ્ય્ અમદાવાદમાં લગ્ન પ્રસંગે છેડતી કરી હતી. દારૂ પીને મસ્ત બનેલા પોલીસકર્મીની ફરિયાદ નોંધાવા ફરિયાદીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ફરીયાદ લેવાનું તો દૂર તેઓને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવ્યા હતા.

વળી ફરિયાદીના કહ્યા મુજબ કંટ્રોલ રૂમમાં જાણ કરી હોવા છતાં પણ પોલીસ વાન આવી નહિ. ત્યારે અહી એક સવાલ ચોક્કસથી ઉદભવે કે સુરક્ષાનુ કાર્ય કરતી પોલીસથી જ જયારે પ્રજા પરેશાન થઇ જાય તો કહેવુ કોને ? તે પ્રશ્ન છે.

(5:13 pm IST)