Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

સુરતમાં ફિંગર પ્રિન્ટથી ડેટા લીંક કરીને અનાજ સગેવગે કરનાર વેપારીની ધરપકડ

સુરતઃ સસ્તા અનાજની દુકાનોમાંથી ગ્રાહકોને રાજય સરકાર દ્વારા સસ્તી વસ્તુઓ મળી રહે તે માટે કામગીરી થાય છે ત્યારે સસ્તા અનાજના દુકાનદારે અનાજનો જથ્થો સગેવગે કર્યાની ફરીયાદમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.

સુરતમાં ફિંગરપ્રિન્ટથી ડેટા લિક કરી કરોડોનુ અનાજ સગેવગે થતુ હોવાનું ચર્ચાય છે ત્યાર બાદ પોલીસે સસ્તા અનાજના દુકાન માલિકની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે બાબુલાલ છોગાજી બોરીવાલની ધરપકડ કરી છે. જેના પર કોર્પોરેટર મૂળજી ઠક્કરના નામે અનાજ સગેવગે કર્યાનો આરોપ છે.

સુરતમાં ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહત્વનુ છે કે દર મહિને લાખો કરોડોનુ સરકારી અનાજ સગેવગે થઇ રહ્યુ છે.

એપ્રિલ ૨૦૧૬ થી ડિસેમ્બર ૨૦૧૭ સુધીના અનાજના આંકડા પર નજર કરીએ તો ૧૩ હજાર ૩૨ ટન ખાંડ, પ લાખ ૫૩ હજાર ૭૫૮ ટન દ્યઉં સગેવગે કરાયા છે. ૧૧ લાખ ૮ હજાર ૬૧૧ ટન ચોખા બારોબાર વેચાઇ રહ્યો છે. રાજયના ૧.૨૭ કરોડ રેશનકાર્ડ ધારકોને ફિંગરપ્રિન્ટ ડેટા લિક કરીને આ કૌભાંડ આચરવામાં આવી રહ્યુ છે.

(5:11 pm IST)