Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

હાઇકોર્ટમાં ફિલ્મ રીલીઝ કરવા ઘા નાખ્યા બાદ

પદ્માવત રીલીઝ કરવાની રીટ અચાનક પાછી ખેંચાઇ

અમદાવાદઃ પદ્માવત ફિલ્મના ભારે વિરોધ અને દેશભરમાં મચેલા ઉહાપોહ બાદ હવે ગુજરાતમાં વિધિવત્  રીતે આ ફિલ્મ ગુજરાત રાજયમાં રીલીઝ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી રીટ અરજી અચાનક નાટયાત્મક રીતે પાછી ખેંચી લેવામાં આવી હતી. રીલીઝના તમામ હકકો ધરાવતી વાયકોમ કંપની દ્વારા કરાયેલી આ રીટ અરજીમાં ગઇકાલે ખુદ અરજદારપક્ષ દ્વારા સમયની માંગણી કરી મુદત માંગવામાં આવતાં હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૭મી ફ્રેબુઆરી પર મુકરર કરી હતી અને આજે ફરી અરજદારપક્ષ દ્વારા તેમની પીટીશન પાછી ખેંચવાની હાઇકોર્ટ પાસે પરમીશન મંગાઇ હતી, જેથી હાઇકોર્ટ તેમને પરત ખેંચવા મંજુરી આપી હતી.

 

(3:47 pm IST)