Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

સેવા અને સ્મરણથી જીવનનો સદઉપયોગ કરી લેવો જોઇએઃ ધર્મવલ્લભદાસ સ્વામી

ગ્રહણ સમયે નિલકંઠધામ પોઇચામાં વિશેષ સત્સંગ

નર્મદા જિલ્લાના પોઇચા નિલકંઠધામ ખાતે ગ્રહણના સમયે સંતોની હાજરીમાં વિશેષ સત્સંગ કાર્યક્રમ યોજાયેલ તે પ્રસંગની તસ્વીર.

સુરત તા.૩ : જીવન નદીની જેમ સતત વહેતું છે, સેવા અને સ્મરણ દ્વારા સદઉપયોગ કરી લેવા, નર્મદા મૈયાના કિનારે નિલકંઠધામ પોઇચાના મહંત પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ કહયું હતુ.

ડભોઇ નજીક રાજપીપળીના પોઇચા ખાતે આવેલ નીલકંઠધામ શ્રી સ્વામી નારાયણ મંદિરના સંતો તેમજ સ્વયં સેવકો વિદ્યા થયો અને હરિભકતોએ ચંદ્રગ્રહણ નિમિતે નર્મદા મૈયાના પટમાં સાંજે પ થી ૯ કલાક દરમિયાન વિશેષ ભજન સ્મરણ કરેલ. શ્રી પ્રભુ સ્વામીના કહયાનુસાર ગ્રહણ પ્રસંગે ઉપસ્થિત સેંકડોને સંતોને ભકતોએ વંદુ સહજાનંદન કિર્તનને ગાન, શ્રી પુરૂષોતમ પ્રકાશ તથા વચનામૃતના પાઠ, રાસ, દ્વારા ભગવત સ્મરણ કરેલ.

આ પ્રસંગે વડોદરા ગુરૂકુલના શ્રી મધુસુદનદાસજી સ્વામીએ હાસ્ય રસ સાથે સત્સંગ કરાવેલ. શ્રી જગવંદન દાસ સ્વામી તથા શ્રીપુર્ણકામ સ્વામી છેદગાન કરેલ. કથાકાર ચૈતનદાસજી સ્વામીએ શ્રીજી ચરિત્ર સંભળાવેલ. બાલવર્ણી સ્વામીના ઉદબોધન બાદ શ્રી પ્રભુ સ્વામીએ ગુરૂદેવ શાસ્ત્રીજીમહારાજ નર્મદા કિનારે કરેલ.સાડા ત્રણ કરોડ મંત્ર જય જયવાના સંકલ્પની વાત કરેલ.

વધુમાં છેલ્લા એક મહિનાથી વહેલી સવારે ૩.૩૦ વાગ્યે માદ્ય સ્નાન કરતા સંતો શ્રી ઉત્તમસ્વામી શ્રીઅ ર્ચન સ્વામી, શ્રી વિશ્વવલ્લભ સ્વામી, શ્રી યજ્ઞસ્વરૂપ સ્વામી, શ્રી આત્યસ્વરૂપ સ્વામી

(12:06 pm IST)