Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

માણસાના ઈટાદરામાં ૧૨૧ કુંડીય અતિરૃદ્ર મહાયજ્ઞ થશે

ઈટાદરામાં આજથી ૩ દિવસ ભક્તિમય વાતાવરણઃ ઇટાદરા મુકામે શિવ પરિવારનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ, ખોડીયાર માતાજી, રાધાકૃષ્ણ, ગોગા મહારાજ પાટોત્સવ

ગાંધીનગર, તા.૨, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઈટાદરાની ભૂમિ પર આવતીકાલથી ત્રણ દિવસ સુધી એટલે કે તા.૩, ૪ અને ૫મી ના રોજ ધાર્મિક કાર્યક્રમોથી વાતાવરણ ભક્તિમય થનાર છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો સમુદાય દર્શનનો લાભ લેશે.

અમદાવાદથી નિયમિત પ્રકાશિત થનાર માનવમિત્ર દૈનિકના તંત્રી ગોપાલભાઈ પટેલ તેમજ પરિવાર દ્વારા પોતાના ગામ ઈટાદરા ખાતે નૂતન નિર્મિત શિવ મંદિરમાં શિવ પરિવાર દેવતાઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા ખોડીયાર માતાજી, રાધાકૃષ્ણ અને ગોગા મહારાજનો પાટોત્સવ તેમજ ૧૨૧ કુંડીય અતિરૃદ્ર મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.  ઉપરોક્ત ભક્તિ કાર્યક્રમોની સાથે સાથે તા.૩ ના રોજ રાત્રે ૯ કલાકે ગરબાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કલાકાર તરીકે સોનલ પટેલ હાજર રહેનાર છે.  તા.૪થી ના રોજ રાત્રે ૯ કલાકે ભવ્ય ડાયરો યોજાનાર છે જેમાં કલાકાર તરીકે અશ્વિન જોષી ઉપસ્થિત રહેનાર છે અને તા.૫મી ના રોજ સવારે ૯ કલાકે સાયલાના મહંત દુર્ગા પ્રસાદ સ્વામીની ઉપસ્થિતિમાં ભવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

(9:07 am IST)