Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

કોંગ્રેસ છાયા મંત્રીમંડળ બનાવી ભાજપને ભીડવશે : ૨૨મીએ વિપક્ષી નેતા - મંત્રીઓ જાહેર કરશે

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે અને ભાજપે પોતાના મંત્રીઓને ખાતા સોંપ્યા છે.ત્યારે હવે વિપક્ષની કોંગ્રેસ સરકાર વિધાનસભામાં શાષકપક્ષ સામે ભીડવા માટે નવી રણનીતિ લાવી રહી છે.કોંગ્રેસ દ્વારા સરકારના મંત્રીમંડળ સમક્ષ પોતાના મંત્રીમંડળ રચવામાં આવશે.

ત્યારે હવે કોંગ્રેસ વિધાનસભામાં શેડો મિનીસ્ટ્રી બનાવશે.ભાજપ દ્વારા જેટલા મંત્રીઓને ખાતા સોંપવામાં આવ્યા છે તેટલા કોંગ્રેસ દ્વારા શેડો મિનિસ્ટરો બનાવવામાં આવશે.ત્યાર બાદ જે ખાતું ધારાસભ્યને સોંપવામાં આવશે તે ખાતું તેમણે ધ્યાન રાખવાનુ રહેશે.

શેડો મિનીસ્ટ્રી બન્યા બાદ કોંગ્રેસ વોચડોગની ભૂમિકામાં સક્ષમ બનશે.મહત્વનુ છે કે, વિદેશમાં દ્યણી જગ્યાઓ પર શેડો મિનીસ્ટ્રી વ્યવસ્થા છે.ત્યારે હવે ગુજરાતમાં વિધાનસભામાં શેડો મિનિસ્ટ્રી લાવવામાં આવી શકે છે અને ૨૨ ફેબ્રુઆરીના રોજ પરેશ ધાનાણી શેડો મિનિસ્ટ્રીની જાહેરાત પણ કરી શકે છે.શેડો મિનિસ્ટ્રીના અધ્યક્ષના સ્થાને વિરોધ પક્ષના નેતા રહેશે. 

શું છે શેડો મિનિસ્ટ્રી ?

શેડો મિનિસ્ટ્રી એક પ્રકારે વ્યૂહરચના છે

સરકારમાં વિભાગ અને તેના મંત્રી હોય છે 

સત્ત્।ાધારી MLA મંત્રી બને તેની વિરૂદ્ધની વાત છે શેડો મિનિસ્ટ્રી                                                                                        

MLA જેને જે વિભાગ સોંપાયો હોય તેનું ધ્યાન રાખવાનું

સરકારના નિશ્ચિત વિભાગ પર વિપક્ષનો એક MLA ધ્યાન રાખે

સરકારી નિર્ણયો-નીતિઓ પર જે તે MLAનું ધ્યાન હોય

વિભાગના મંત્રી પર પણ શેડો મેમ્બર વોચ રાખે છે

ચોસ વિભાગની દેખરેખ રાખવાની હોય એટલે ખુબ માહિતી હોય

માહિતી અને જાણ હોવાના કારણે સરકારને ઘેરી શકાય

સરકારને અકળાવે તેવા સવાલો પુછી શકાય

લોકહિત માટે શેડો મિનિસ્ટ્રી ઉપયોગી સાબિત થાય

કેટલાક સંજોગોમાં આવા સમયે શેડો મિનિસ્ટ્રીનો ફાયદો થવાના બદલે ગેરલાભ થાય

યુકે,યુએસ અને ઓસ્ટ્રેલિયામાં છે આ પ્રકારની વ્યવસ્થા શેડો મીનીસ્ટ્રીની વ્યવસ્થા છે.

(6:23 pm IST)