Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

પહેલા તબક્કાની 89 બેઠકોમાંથી કોંગ્રેસ 65થી વધુ બેઠકો જીતશે :AAPની ડિપોઝીટ જપ્ત થશે: અર્જુન મોઢવાડિયાનો મોટો દાવો

ઓછું મતદાન કોંગ્રેસ માટે સકારાત્મક અને શહેરી વિસ્તારમાં ભાજપ સામે લોકોની નારાજગી ભાજપને ભારે પડશે

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની 89 બેઠકો માટે ગુરુવારે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં કુલ 61 ટકા મતદાન નોંધાયું છે. 2017ની ચૂંટણીની સરખામણીમાં આ આંકડો ઘણો ઓછો છે. 2017માં અહીં 68 ટકા થયું હતું

 પ્રથમ તબક્કાના મતદાન બાદ કોંગ્રેસે પત્રકાર પરિષદ કરી હતી જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ મોટો દાવો કરતા કહ્યું હતું કે પહેલા તબક્કાની 89 બેઠકોમાંથી કોંગ્રેસ 65 થી વધુ બેઠકો પર જીત મેળવશે

   આ અગાઉ કોંગ્રેસના પ્રવક્તા નિદિત બારોટે કહ્યું હતું કે ઓછું મતદાન કોંગ્રેસ માટે સકારાત્મક બાબત છે અને આગામી પરિણામ સાથે કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓ અને કાર્યકરો ઘરે જ રહ્યાં છે તેમણે જણાવ્યું છે કે, શહેરી વિસ્તારમાં ભાજપ સામે લોકોની નારાજગી છે અને ગામડામાં કોંગ્રેસ સમર્થિત વોટ મળ્યા છે 

(6:23 pm IST)