Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

દેડિયાપાડા તાલુકામાં પુરપાટઝડપે જતી કારે બાઇકને હડફેટે લેતા દંપતી સહીત માસુમ પુત્રનું મૃત્યુ

 દેડિયાપાડા:તાલુકામાં પૂરપાટઝડપે જતી એક કારે બાઇકને અડફેટમાં લેતાં સાસરીમાં જતા દંપતી અને માસૂમ પુત્રનું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ખસેડાઇ છે.

દેડિયાપાડા તાલુકાના નિગટ ગામ પાસે હાઇવે પર આજે સાંજના સમયે ભૂતબેડા ગામના સુનિલભાઈ જેઠાભાઇ વસાવા (ઉં.વ.૨૮) તથા તેમની પત્ની કોકિલાબેન (ઉ.વ.૨૭), પુત્ર રીયાન (ઉ.વ.૪) અને  પુત્રી રૃત્વી (ઉ.વ.૦૧) એક બાઇક પર બેસીને  સાસરી વેડછા ગામે જઈ રહ્યા હતા. ત્યારે નિગટ ગામ પાસે વડોદરા પાસિંગની સ્વીફ્ટ કારે બાઇકને જોરદાર ટક્કર મારતા  કોકિલાબેન અને પુત્ર રીયાનનું સ્થળ પર મોત નિપજ્યું હતું.  જ્યારે સુનિલભાઈ વસાવાને રાજપીપળા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા સારવાર દરમિયાન  મોત નિપજ્યું હતું.

અકસ્માતમાં બચી ગયેલી અને ગંભીર રીતે ઘાયલ રુત્વીને વડોદરા ખાતે દવાખાને ખસેડવામાં આવી હતી.  એક ઘરના ત્રણના મોત નિપજયા તેના કારણે ભૂતબેડા ગામે શોકનું વાતાવરણ સર્જાયું હતું. કારના ચાલક વિરૃધ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની કામગીરી ચાલુ છે. સરકારી સિવિલ હોસ્પિટલ દેડિયાપાડા ખાતે ભૂતબેડા ગામના અને વેડછા ગામના લોકો ઉમટી પડયા હતા.

(5:48 pm IST)