Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

રાજપીપળા-પોઈચા ફોર લેનની કામગીરીમા શ્રમિકોને સેફટીના સાધનો વિના કામ કરાવતી એજન્સીઓ પર કોના આશીર્વાદ

માથે હેલ્મેટ પહેર્યા વગર ઊંચાઈ પર કામ કરતા શ્રમિકો અકસ્માતે નીચે પટકાય તો મૌત નીપજે એવી શક્યતાઓ હોવા છતાં એજન્સીઓ ઓછા ખર્ચે વધુ નફો રળવાની ગુનાહિત મનોવૃત્તિ ધારણ કરી રહી છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા-પોઈચા વચ્ચે બની રહેલા ફોર લેન માર્ગની કામગીરી મા નાળા બનાવવાની કામગીરીમા સળિયાઓ નું સેંટરિંગ કરતા પરપ્રાંતીય શ્રમિકો હેલ્મેટ અને પગમા સેફટી બુટ વગર જ કામ કરતા ઠેરઠેર જોઈ શકાય છે. ઊંચાઈ ઉપર કામ કરતી વખતે જો અકસ્માતે શ્રમિક નીચે પડે તો નીચે પડેલા લોખંડ ના સળીયા અને અન્ય લોખંડ ના ગડરો ઉપર પડે તો માથા મા ગંભીર ઇજાઓ થવાની શક્યતો રહેલી છે. પરંતુ શ્રમિકો પાસે કામ કરાવતી એજન્સીઓ પોતાને શ્રમિકોને હેલ્મેટ કે સેફટી બુટનો ખર્ચના કરવો પડે માટે શ્રમિકો પાસે એમના આમજ કામ કરાવાઈ રહ્યું છે ત્યારે આ એજન્સીઓ પર કોના આશીર્વાદ છે..?

 કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તાઓ નું નિર્માણ થાય છે, ગુજરાત સરકાર જેતે એજન્સીઓ ને ટેન્ડર દ્વારા કામ આપતી હોય છે, તેમની પાસે કેટલીક શરતો રાખવામાં આવે પણ એજન્સીઓ દ્વારા મજૂરોના હિતોનું રક્ષણ કરવાને બદલે એનો છડે ચોક ભંગ કરવામાં આવે છે. સરકારના શ્રમ વિભાગની એ ફરજ હોય છે કે આવી નિર્માણધીન સાઇટો ઉપર જઈને જોવું કે ત્યાં શ્રમિકો ના હિતો નું રક્ષણ થાય છે કે કેમ? શ્રમિકોને જરૂરી સલામતી ના સાધનો અપાય છે કે કેમ? સરકારે ઠરાવેલા રોજીંદો વેતન અપાય છે ? શ્રમિકો પાસે નિયત કરેલા કલાકો કરતા વધુ કામ તો નથી લેવામાં આવતો ને ? આ બધું જોવાની ફરજ શ્રમ વિભાગની હોય છે, પણ આવું કરાય છે ખરું??
થોડા સમય પહેલાજ કેવડિયાની બાંધકામ સાઇટો ઉપર કામ કરતા પટકાયેલા મજૂરોના મૌતની ઘટના બની કગે અને કેવડિયાના રેલવે સ્ટેશનની છત ઉપર થી પણ નીચે પટકાયેલા શ્રમિકનું માથામા થયેલી ગંભીર ઇજા ને કારણે મૌત નીપજ્યું હતું, રાજપીપળા કરજણ નદી ઉપર બની રહેલા પુલના બાંધકમ વખતે પણ એક શ્રમિક સળિયાઓ ઉપર અકસ્માતે પડતા ઇજાઓ પામ્યાના બનાવો બન્યા હતા. રાજપીપળા નગરમા બની રહેલા રોડની કામગીરી મા પણ બાળ મજૂરો કામ કરતા હોવાની શક્યતાઓ છે, અને શ્રમિકોના બાળકો કામની જગ્યા ઉપર ચાલુ વાહન વ્યવહારની વચ્ચેજ રમતા હોય ત્યારે એ બાળકોની સલામતીનો પણ પ્રશ્ન ઉઠે છે.
તો શું શ્રમિકોના જીવની કોઈ કિંમત નથી?? કે કરોડો રૂપિયાના પ્રોજેકટમા પાયાની કામગીરી કરતા શ્રમિકોના જીવની સલામતી માટે એજન્સીઓ પાસે કોઈ જોગવાઈ નથી? અને સરકાર ના શ્રમ વિભાગનું અસ્તિત્વ કોના માટે છે. એમનું લાખોનું પગાર અને સુવિધાઓ કોના લાભ મા છે? રોડ રસ્તા કે બાંધકામ ના સરકારી કે ખાનગી કામો કરતી એજન્સીઓ કામ ના કલાકો, મિનિમમ ડેલી વેજ, સલામતી ના સાધનો, જીવન વીમા જેવા મજૂર કાયદાઓ નું પાલન કરે છે કે કેમ ? એ તપાસવાની જવાબદારી સરકાર ના શ્રમ વિભાગ ની છે પરંતુ એ પોતાની કેટલી જવાબદારી નિભાવે છે એ અગત્યનો સવાલ છે.

(11:55 pm IST)