Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

અમદાવાદ મનપાના કમિશનર લોચન સેહરાની IN-SPACeમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક

અમદાવાદ મનપાના કમિશનર લોચન સેહરાની IN-SPACeમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક

અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના કમિશનર લોચન સેહરાની IN-SPACeમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે જ્યારે અજય ભાદુને ભારતના નાયબ ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. AMC કમિશનર લોચન સેહરાની બદલી કરવામાં આવી છે જેમા IN-SPACeમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે

   અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન  મોદીએ અમદાવાદના બોપલ ખાતે ઇન-સ્પેસ (IN-SPACe)નું ઉદ્ધાટન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલની ઉપસ્થિતિમાં કર્યુ હતું. આ પ્રસંગે ઇન-સ્પેસ અને ખાનગી ક્ષેત્રના ૧૦ સ્ટાર્ટઅપ્સ વચ્ચે MoU સંપન્ન થયા હતા.

  આ અવસરે વડાપ્રધાનએ કહ્યું કે, ૨૧મી સદીના આધુનિક ભારતની વિકાસયાત્રામાં એક વધુ અધ્યાય ઈન-સ્પેસ હેડ ક્વાર્ટર’ના રૂપમાં ઉમેરાયો છે. ભારત આગામી દિવસોમાં સ્પેસ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરશે.

(6:58 pm IST)