Gujarati News

Gujarati News

News of Sunday, 2nd October 2022

વિસનગરના યુવકે બાળાને ભગાડી જઇને ૧૦ દિવસ સુધી ગોંધીલ રાખીને દુષ્‍કર્મ આચર્યુ

પીડીત બાળાના પિતાના નિવેદનના આધારે આરોપી યુવત સામે ગુન્‍હો નોંધી ધરપકડ કરી

 

વિસનગરઃ અહીં 14 વર્ષની સગીરાને એક શખ્સે 10 દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્તા સગીરાના પિતાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં પોલીસે શખ્સની ધરપકડ કરી છે. વિસનગર તાલુકાના એક ગામે રહેતા પરિવારની સગીરાને થરા તાલુકાના શખ્સે લાલચ આપી ભગાડી હતી અને સાંતેજ મુકામે 10 દિવસ ગોંધી રાખી 14 વર્ષીય સગીરા સાથે મરજી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. જેમાં પિતાના નિવેદનને આધારે આરોપી સામે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

 

 

 

(3:28 pm IST)