Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

અનરાધાર 12 ઈંચ વરસાદ બાદ બોરસદનું તળાવ ઓવરફ્લો :સિસ્વા આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું

સિસ્વા ગામનુ એક પણ મકાન એવું બાકી નહીં રહ્યું હોય જ્યાં પાણી નહીં ભરાયા હોય. લોકો પાસે બે દિવસથી ખાવા માટે અનાજ નથી

બોરસદના સિસ્વા ગામની સ્થિતિ વિકટ બની છે, અનરાધાર 12 ઈંચ વરસાદ બાદ બોરસદનું તળાવ ઓવરફ્લો થયું અને સિસ્વા ગામમાં પાણીનો ભરાવો થઈ ગયો. સિસ્વા ગામ સમુદ્રમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્ય દેખાઈ રહ્યા છે. ગામમાં ક્યાંક કેડ સમા તો ક્યાંક છાતિ સમા પાણી ભરાયા છે. સિસ્વા ગામનુ એક પણ મકાન એવું બાકી નહીં રહ્યું હોય જ્યાં પાણી નહીં ભરાયા હોય. લોકો પાસે બે દિવસથી ખાવા માટે અનાજ નથી.

શનિવારે બીજા દિવસે પણ પણ ગામમાં 15 થી 18 ફૂટ પાણી ભરાયેલું છે, જેથી ગામલોકો પોતાના ઘરમાં પણ જઈ શકતા નથી. લોકો ઘરવખરી છોડીને જીવ બચાવા માટે આમ તેમ ભાગી રહ્યા છે. તો કેટલાક લોકો જરૂરી સામાનને પોતાની સાથે લઈને પોતાનો આસરો છોડીને ચાલી નિકળ્યા છે.

રોડની સાઈડમાં બાંધેલા પડા દર્શાવે છે કે લોકો બેઘર થઈ ગયા છે. વરસાદ એવી તો આફત લઈને આવ્યો કે લોકોને પોતાનો આસરો છોડીને ઉંચાણવાળા વિસ્તારમાં રોડની સાઈડમાં ઝૂંપડા બાંધીને રહેવાનો વારો આવ્યો. આ ગરીબ પરિવારનું પાણીમાં બધુ જ છીનવાઈ ગયું.  

(12:41 am IST)