Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

વડિયાની રોયલ સનસિટીમાં સાઇકલની ચોરી કરનાર બાળકોના પિતા પાસે બાહેધરી લખાવતા મામલો થાળે પડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીક વડિયા ગામ માં આવેલી સન સીટી નાં એક ઘર પાસેથી રૂપિયા 8 હજારની કિંમતની બાઇસીકલ ની ચોરી થઈ હતી જોકે લાખો નાં ખર્ચે સોસાયટીમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા હોદેદારોની લાપરવાહી નાં કારણે નકામાં જણાતા નજીકના એક ઘરમાં લાગેલા કેમેરામાં બે બાળકો સાઇકલની ચોરી કરી લઇ જતા જણાઈ આવ્યા બાદ સોસાયટીના નાં રહીશો એ તપાસ કરતા નજીકમાં રહેતા પરિવારના બાળકો એ ચોરી કરી હોવાનું જણાઇ આવ્યું અને ત્યાંથી સાઇકલ પણ મળી આવી પરંતુ આ નાના ચોર બાળકો એ સાઇકલ પર કાળો કલર મારી દઇ ઓળખ છુપાવવા પ્રયાસ કર્યો હોય મામલો પોલીસ મથકે પહોચ્યા બાદ બાળકોના ભવિષ્ય ને ધ્યાને લઇ કોઈ ફરિયાદ ન કરી બાળકોના પિતા પાસે હવે પછી બાળકો આમ નહિ કરે તેવી બાહેધરી લખાવી દર પંદર દિવસે પિતાઓ એ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જણાવી સાઈકલના આઠ હજાર રૂપિયા મલિક ને ચૂકવી દેતા આખરે આ મામલો થાળે પાડયો હતો .

(11:03 pm IST)