Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

દિયોદરમાં સર્વાધિક 8 ઈંચ વરસાદથી વિધામંદિરમાં પાણી ભરાયા :લાખણી પંથકના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ

દિયોદર, ડીસા, લાખણી, પાલનપુર, અમીરગઢ સહિતના વિસ્તારો ભારે વરસાદથી પાણી-પાણી થઈ ગયા

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા સિઝનના પહેલા જ વરસાદમાં મનમૂકીને વરસ્યા છે.દિયોદરમાં સર્વાધિક 8 ઈંચ વરસાદથી બી.એમ. પટેલ વિધામંદિરમાં પાણી ભરાઈ ગયા. તો લાખણી પંથકના સંખ્યાબંધ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે,. દાંતામાં ઉપરવાસમાં ભારે વરસાદથી કીડી-મકોડી નદીમાં નવા નીર આવ્યા છે. આ ઉપરાંત દિયોદર, ડીસા, લાખણી, પાલનપુર, અમીરગઢ સહિતના વિસ્તારો ભારે વરસાદથી પાણી-પાણી થઈ ગયા હતા

(10:05 pm IST)