Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

સુરતમાં હિટ એન રનની ઘટના જીલાણી બ્રિજ નજીક કાર ચાલકેઅચાનક વળાંક લેતા પાછળથી આવતી બાઇક જોરદાર ભટકાઇ

અકસ્માતનાં દૃશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયાં : રાંદેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરતમાં હિટ એન રનની ઘટના સામે આવી હતી. શહેરનાં જીલાણી બ્રિજ નજીક અકસ્માત સર્જાયો હતો. એક કારચાલકની ભૂલને કારણે પાછળથી આવતા બાઈકસવારોને ગંભીર ઈજા પહોંચી હતી. કારચાલકે અડધા રસ્તે કોઈ જ સિગ્નલ આપ્યા વગર ટર્ન લીધો હતો, જેને કારણે પાછળથી ફુલ સ્પીડમાં આવતી બાઈક અથડાઈ હતી, જેથી બન્ને બાઈકસવારને ભારે ઈજા પહોંચી હતી. અકસ્માતનાં દૃશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયાં હતાં, જેથી રાંદેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ જીલાણી બ્રિજના છેડે બે બાઈકસવાર આવી રહ્યા હતા. એ દરમિયાન કારચાલકે સાઈડ લાઈટ કે કોઈ સિગ્નલ દર્શાવ્યા વગર જ કારને ડાબી બાજુ ટર્ન લીધો હતો. જેથી બાઈક પરના બન્ને મિત્રો ધડાકાભેર કાર સાથે અથડાયા બાદ નીચે પટકાયા હતા. બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એક બાઇક સવાર હાલ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ છે. તેને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. રાંદેર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાહન ચાલકોએ રસ્તે જતા સમયે ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાથી નિર્દોષ લોકો ભોગ બની જાય છે. બીજી સાઇડમાં વળવા માટે સાઇડ લાઇટ કરવી ખૂબ જરૂરી બને છે. પરંતુ અમુક વાહન ચાલકો મનફાવે તે રીતે રસ્તા પર વાહન ચલાવી રહ્યા છે. તે આ ઘટના પરથી સાબિત થાય છે. સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો. જેમાં બાઈકસવાર પાછળથી આવીને ગોલ્ડન કલરની કાર સાથે અથડાઈ છે. હાલ રાંદેર પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, સાથે અકસ્માત બાદ નાસી ગયેલા કારચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે

(7:07 pm IST)