Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

દ. ગુજરાતનાં પલસાણામાં ૮.૫, ખેરગામ ૬, બારડોલી, ઓલપાડ, ડોલવણ અને ચોર્યાસી ૫ ઇંચ : ઉત્તર ગુજરાત પંથકમાં દિયોદર ૮, અમીરગઢ અને ડીસા ૫ ઈંચ વરસાદ

રાજ્‍યનાં ૧૭૬ તાલુકાઓમાં મેઘમહેર : પૂર્વ-મધ્‍ય ગુજરાત વિસ્‍તારમાં ઝરમર ઝાપટાથી ૧.૫ ઇંચ હળવો વરસાદ : કચ્‍છ કોરો ધાકડ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી, તા. ૨ :  જુલાઈ માસનાં પ્રારંભે મેઘરાજા રાજ્‍યનાં અનેક તાલુકા ઓ પર હેત વરસાવી રહ્યા છે. અને હજુ પણ આગામી ૯૬ કલાકની ભારે વરસાદ ની આગાહી ને પગલે જગતનો તાત હરખાઇ રહીયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્‍યનાં ૧૭૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત નાં પલસાણા માં ૮.૫ઇંચ, ખેરગામ ૬ ઇંચ, બારડોલી, ઓલપાડ, ડોલવણ, અને ચોર્યાસી ૫ ઇંચ વરસાદ નોંધાયો છે
જ્‍યારે ઉત્તર ગુજરાત પંથક માં દિયોદર ૮ ઇંચ અનરાધાર તો અમીરગઢ, અને ડીસા ૫ ઇંચ વરસાદ નોંધાયો છે તો પૂર્વ અને મધ્‍ય ગુજરાતમાં ઝરમર ઝાપટાં થી ૧.૫ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જોકે કચ્‍છ મોટા ભાગે કોરો ધાકડ રહેવા પામ્‍યો છે.આજે સવારે ૬વાગ્‍યા સુધી માં રાજ્‍ય નો કુલ સરેરાશ વરસાદ ૧૨.૦૩ ટકા થયો છે, જેમાં સૌથી વધુ સરેરાશ દક્ષિણ ગુજરાત માં ૧૫.૨૪ ટકા વરસાદ નોંધાયો છે.ફ્‌લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો...
પલસાણા ૨૦૯ મીમી, દિયોદર ૧૯૦ મિમી, ખેરગામ ૧૪૪ મિમી, બારડોલી ૧૨૫ મીમી, ડીસાઅને હમિરગઢ ૧૨૦મીમી, ઓલપાડ અને ડોલવણ ૧૧૮ મિમી, ચોર્યાશી ૧૧૭ મીમી, વલસાડ ૧૧૨ મીમી, પારડી ૧૦૮ મીમી, નવસારી ૧૦૧ મીમી, અને વાપી ૧૦૦મીમી એટલે કે ૪ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત જલાલપોર ૯૧મીમી, ગણદેવી ૯૦ મિમી, સુરત સીટી ૮૭મીમી, મહુવા અને વાલોડ ૭૬ મીમી, વાવ ૭૫ મીમી, ભાભર અને કાંકરેજ ૭૩ મીમી, સૂઇગામ ૭૨ મીમી, માંડવી ૬૭ મીમી, માંગરોળ ૬૬ મીમી, ઉમરગામ અને રાધનપુર ૬૩ મીમી, દાંતા ૫૯ મીમી, અને ધરમપુર ૫૫ મીમી, વરસાદ નોંધાયો છે.
થરાદ ૫૨ મીમી, ચીખલી અને વ્‍યારા ૫૦ મીમી, ઊંઝા ૪૮ મીમી, ખેડબ્રમ્‍હા ૪૭ મીમી, પોસીના ૪૫મીમી, વઘઇ અને સામી ૪૨ મીમી, સુબીર અને દાંતીવાડા ૪૦ મીમી, વાંસદા અને વિજય નગર ૩૯ મીમી, વડગામ ૩૮ મીમી, કડાણા અને પાલનપુર ૩૭મીમી, અને કપરાડા ૩૬ મીમી વરસાદ નોંધાયો છે.
જ્‍યારે પાટણ, વીરપુર અને લાખાનિ ૩૫મીમી, આહવા અને હારીજ ૩૧મીમી, ઉમરપાડા ૨૯ મીમી, અને કામરેજ ૨૪ મીમી, વરસાદ નોંધાયો છે આ ઉપરાંત રાજ્‍યનાં ૧૦૨ તાલુકા માં ૧થી ૨૩ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.
આ લખાઈ રહ્યું છે ત્‍યારે એટલે કે સવારે ૧૦ કલાકે રાજ્‍ય નાં અનેક વિસ્‍તારો માં મેઘ મહેર ચાલુ છે.

 

(12:01 pm IST)