Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

રાજપીપળા રાધાકૃષ્ણ મંદિરથી નિકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રામાં સાંસદ મનસુખભાઇ વસાવા જોડાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજે રાજપીપળાનાં રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ ની 30મી રથયાત્રા વાજતે ગાજતે નિકળી હતી રથયાત્રા કાઢતા પહેલાં મંદિરમાં આરતી કરવામાં આવી જેમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે ,ટાઉન પીઆઈ જે.કે.પટેલ સહિતનાઓ એ આરતી નો લાભ લીધો હતો જ્યારે રથયાત્રામાં સાંસદ મનસુખભાઇ વસાવા,ધારાસભ્ય પી.ડી.વસાવા, હર્ષદભાઈ વસાવા સહિત અન્ય મહાનુભાવો જોડાઈ ભગવાનનો રથ દોરડા વડે ખેંચી રથયાત્રા આગળ વધારી હતી
ભગવાન જગન્નાથની દર વર્ષે નીકળતી રથયાત્રાનું હિન્દુ ધર્મ માં ઘણું મહત્વ છે ત્યારે વર્ષોથી પરંપરાગત રીતે નીકળનારી આ રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો રથયાત્રા લાલ ટાવર ખાતે પહોચતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈમ્તિયાઝ અલી કાદરી સહિતના મુસ્લિમ આગેવાનો એ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું આમ શાંતિપૂર્ણ રીતે આ રથયાત્રા રાધાકૃષ્ણ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી

(11:02 pm IST)