Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા 18 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ

SOG એ પાંચ ટિમો બનાવી બાપુનગર, ઓઢવ, ઇસનપુર અને ચાણક્યપુરી જેવા અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી કુલ 18 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી

અમદાવાદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) એ 18 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે, જેઓ કોઈપણ માન્ય દસ્તાવેજો વિના અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા અને કામ કરતા હતા. અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ તેમજ ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ તાજેતરમાં શહેરની SOGને શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પગલાં લેવા માટે નિર્દેશ આપ્યો હતો.

  સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે, પાંચ ટીમો બનાવી હતી અને છેલ્લા કેટલાક દિવસો દરમિયાન, બાપુનગર, ઓઢવ, ઇસનપુર અને ચાણક્યપુરી જેવા અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી કુલ 18 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી.

(8:41 pm IST)