Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

રાજપીપળા ખાતે ઈદના તહેવારને લઈ નર્મદા પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઈદના તહેવાર પૂર્વે  પ્રજાને સુરક્ષા અને શાંતિ રહે તેવા હેતુસર રાજપીપળા પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી

જિલ્લા પોલીસ વડા પ્રશાંત સૂંબેના માર્ગદર્શન હેઠળ ટાઉન જે.કે.પટેલની સૂચના અને આગેવાની માં રાજપીપળાના મુખ્ય માર્ગો સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી જેમાં પોલીસ અધિકારીઓ અને જવાનો જોડાયા હતા, રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતેથી નીકળેલી ફ્લેગમાર્ચ રાજપીપળા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી..

(10:23 pm IST)