Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સુરતમાં લોકશાહીનું ચીર હરણ: મોરબીમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો.

આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગાંધી ચોક ખાતે એકત્ર થઈને લોકશાહી બચાવોના નારા લગાવ્યા

 

મોરબી : તાજેતરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી જેમાં આમ આદમી પાર્ટીના સદસ્ય દ્વારા પ્રજાહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવાની માંગ કરતા ચર્ચા કર્યા વગર ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા સામાન્ય સભાને પૂર્ણ કરી હતી જેનો આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો વિરોધ કરેલ અને સભાખંડમાં જ ધારણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો

સભાખંડમાં એક રાત વિતાવ્યા બાદ સવારે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા આમ આદમી પાર્ટીના તમામ સદસ્યોને બળજબરીપૂર્વક પોલીસનો ઉપયોગ કરી સભાખંડમાંથી બહાર કાઢવામાં આવ્યા જે દરમિયાન અનેક કોર્પોરેટરોને ઇજાઓ પહોંચી તેમજ મહિલા કોર્પોરેટરના કપડાં ફાડી લોકશાહીનું ખુલ્લેઆમ ચીર હરણ કરવામાં આવ્યું જે ઘટનાના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીએ મોરબીમાં વિરોધ નોંધાવ્યો હતો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગાંધી ચોક ખાતે એકત્ર થઈને લોકશાહી બચાવોના નારા લગાવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

 

 

 

 
(9:50 pm IST)