Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

નવસારીના કસ્બા ધોળાપીપળા માર્ગ પર ગમખ્વાર અકસ્માત :કન્ટેનરે અડફેટે લેતા કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મૃત્યુ

અકસ્માત એટલો ભયવાહ હતો કે કન્ટેનરની નીચે ઈકો કાર આખીય ચગદાઇ ગઈ: ભયંકર અકસ્માતમાં એક બાળકનો ચમત્કારિક બચાવ થયો

નવસારીના કસ્બા ધોળાપીપળા માર્ગ મોટી દુર્ઘટના સર્જાઇ છે.  પુર ઝડપે જતા કન્ટેનરે કારને અડફેટે લેતા 5 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. અકસ્માત એટલો ભયવાહ હતો કે કન્ટેનરની નીચે ઈકો કાર આખીય ચગદાઇ ગઈ છે

કસ્બા ધોળાપીપળા માર્ગ પર બનેલી આ ગોઝારી ઘટનામાં કન્ટેનરની અડફેટે કારનો ભુક્કો થઈ જતા ઈકો ગાડીમાં સવાર 5 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતા ગ્રામ્ય પોલીસની ટીમ પહોચી છે. મૃતદેહને ક્રેનની મદદથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભયંકર અકસ્માતમાં એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે

અકસ્માતનો ભોગ બનેલા ઈકો કારમાં સવાર લોકોના પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. જેને ખરીદીની તૈયારીને લઈ પરિવાર સુરત ગયો હતો. અકસ્માતમાં જે કન્યાના લગ્ન હતા તેના માતા-પિતા, ભાઈ, માસી અને માસીનો દીકરાનું મોત થયું છે. ચીખલી તાલુકાના સમરોલી ગામના પટેલ પરિવારમાં 25મી તારીખે લગ્ન યોજાવવાના હતા જે પહેલા આ દુર્ઘટના બનતા પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.

અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર આવી ગયા હતા. અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર બનાવ અંગે પોલીસને પણ જાણ કરવાં આવતા દુર્ઘટના સ્થળે તાબડતોબ આવી પહોંચી હતી. અને ફાયર ટીમની મદદથી અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું આવી રહ્યું છે.ગેસ કટરથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે.

અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ

  • મીનાક્ષી પ્રફુલ પટેલ
  • પ્રફુલ  લલ્લુ પટેલ
  • રોનક કાન્તી પટેલ
  • શિવ પ્રફુલ પટેલ
  • મનીષા મુકેશ પટેલ
   
 
   
(8:44 pm IST)