Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ધરપકડ: રાયોટિંગનો ગુનો દાખલ કરાયો

સુરતમાં BJP કાર્યાલય પર AAP કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ :ઉધના પોલીસે કુલ AAPના 16 આગેવાનોની ધરપકડ કરી

  • સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને મારમારવાના મામલે રાજકારણ ગરમાયું છે.આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ભાજપના કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જો કે અમદાવાદના ખાનપુરમાં ભાજપ કાર્યલય ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી. તો સુરતમાં AAPના કાર્યકરોએ ઉધના BJP કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો જે દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.પોલીસે ઘટના સ્થળે પહોંચી AAPના કાર્યકરોની અટકાયત કરી હતી.

    આ તરફ સોમવારની મોડી સાંજે સુરતમાં BJP કાર્યાલય પર AAP કાર્યકર્તાની બબાલ મામલે પોલીસે AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી છે.પોલીસે AAPના આગેવાનો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. જેમાં ઉધના પોલીસે કુલ AAPના 16 આગેવાનોની ધરપકડ કરતા માહોલ વધુ બીચક્યો છે.  આપ આરોપ લગાવી રહી છે કે અગાઉ AAP કાર્યકર્તાઓને માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો પણ પોલીસે ભાજપ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.

(7:59 pm IST)