Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 16 નવા કોરોના કેસ નોંધાયા:વધુ 27 દર્દીઓ સાજા થયા :રાજયમાં આજે કોઈ કોરોના દર્દીનું મૃત્યુ થયું નથી: રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,943: કુલ 12,13,320 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 61.379 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 111 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 16 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 27 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,320 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે પણ રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી અને રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.943 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.10 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 61.379 લોકોનું  રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 10,79.46.990 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે. રાજ્યમાં હાલ 111 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર  અને 109 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 16 કેસમાં અમદાવાદ શહેરમાં 5 કેસ,રાજકોટ શહેરમાં 4 કેસ,વડોદરા શહેરમાં 3 કેસ,વલસાડમાં 2 કેસ, ગાંધીનગર શહેર અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયો છે

(7:36 pm IST)