Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

વડોદરા:કારના બોગસ દસ્તાવેજ બનાવી લોકોને વેચી દેવાના ગુનાહમાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડયો

વડોદરા:કારના બોગસ દસ્તાવેજો બનાવી લોકોને વેચી દેવાના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડયો છે.

 

 

ઓએલએક્સ પર કાર વેચવા માટે મૂકનાર કારમાલિકની એસ.યુ.વી.કાર લેવા માટે ભેજાબાજ ગઠિયાએ સુરતની બેન્કનો ૧૨ લાખનો ચેક  આપ્યો હતો.અને ટેસ્ટ ડ્રાઇવના બહાને કાર લઇને ફરાર થઇ ગયો હતો.જે અંગે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.જ્યારે અન્ય એક બનાવ ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.જેમાં આરોપીએ ગાડીની ખોટી આર.સી.બુક, વિમા પોલીસી, અને એન.ઓ.સી. લેટર બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી કરી હતી.આ ગુનામાં નાસતા ફરતા આરોપી અશોક રાઘવભાઇ ઢીલા (રહે.માધવાનંદ,ચિત્રા, ભાવનગર) ને  ડીસીબી પોલીસે ઝડપી લીધો છે.આરોપી સામે અગાઉ ભાવનગર જિલ્લાના સોનગઢ  પોલીસ સ્ટેશનમાં બે અને વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો છે.

(6:24 pm IST)