Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સુરતના મોટા વરાછામાં આઇપીએલ મેચ પર સટ્ટો રમાડનાર વાળંદને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરત: વરાછાના માનગઢ ચોક વિસ્તારમાંથી આઇપીએલની ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચેની મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમાડનાર વાળંદને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય બે ને વોન્ટેડ જાહેર કર્યા છે. વરાછા પોલીસે બાતમીના આધારે માનગઢ ચોક સવાણી કોહીનુર રોડ ઉપરથી વાળંદ જગદીશ દિનેશ પરમાર (ઉ.વ. 38 રહે. સી/302, ધર્મનંદન એપાર્ટમેન્ટ, મંગલદીપ એપાર્ટમેન્ટની સામે, રચના સર્કલ, કાપોદ્રા અને મૂળ. બાદલગઢ, તા. પાલીતાણા, જિ. ભાવનગર) ને ઝડપી પાડી તેનો મોબાઇલ ચેક કર્યો હતો. જેમાં આઇપીએલની ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચેની મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતો હતો અને તેમાં રૂપિયાની લેવડ દેવડનું સ્ટેટમેન્ટ પણ હતી. સ્ટેટમેન્ટ બાબતે પૂછપરછ કરતા જગદીશે અલગ-અલગ ચાર આઇડી બનાવ્યા હતા અને ભુરા બલર અને લાલા મકવાણા પાસેથી વ્હોટ્સએપ થકી એક આઇડીના 20 હજારના ભાવે બે આઇડી લીધા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે મોબાઇલ અને રોકડ મળી કુલ રૂ. 11,500 નો મુદ્દામાલ કબ્જે લઇ જગદીશની ધરપકડ કરી હતી. જયારે ઓનલાઇન સટ્ટો રમવા આઇડી આપનાર ભુરા બલર અને લાલ મકવાણાને વોન્ટેડ જાહેર કર્યા હતા. 

(6:20 pm IST)