Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

આણંદ શહેર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન એક શખ્સને ઓનલાઇન ક્રિકેટ પર સટ્ટો રમાડતા ઝડપી પાડયા

આણંદ : આણંદ શહેર પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન એક શખ્સને ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા ઝડપી પાડયો હતો. પોલીસે રૂા. ૩૫,૬૨૦નો મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સો વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ શહેર પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ શહેરના એક સિનેમા પાસે બેસી એક શખ્સ ક્રિકેટ સટ્ટાનો ઓનલાઈન જુગાર રમી રહ્યો છે. જેથી પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડતા એક શખ્સ પોતાની પાસેના બે મોબાઈલ ફોનના માધ્યામથી કંઈક રમતો જણાતા તેની નજીકમાં જઈ જોતા તે બન્ને અલગ-અલગ મોબાઈલ ફોનથી આઈપીએલની મેચ પર ઓનલાઈન જુગાર રમતા હોવાથી અને મોબાઈલ ફોનથી ગ્રાહકોના આવતા નંબરોથી સેશન તથા મેચનો ભાવતાલ કહેતો હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે તેની પુછપરછ કરતા તેની ઓળખ સરફરાજ યુસુફમીયા કાઝી (રહે. નાપા તળપદ, બુટકાનો વડ) હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતા તે એક એપ્લીકેશન ડાઉનલોડ કરી લાઈવ મેચ ઉપરથી ગ્રાહકોના સેશન તથા મેચનો હારજીતનો ભાવ નક્કી કરી રમતો હોવાનું અને પોતે તથા તેનો મિત્ર ઝુબેર ઉર્ફે સામી રફીકભાઈ કાઝી (રહે. નાપા તળપદ, નુરેઈલાહી સોસાયટી) ભાગીદારીમાં ઓનલાઈન સેશનનો ક્રિકેટનો હારજીતનો જુગાર રમાડતા હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે તેના મોબાઈલ ફોનમાં દિલીપભાઈ શંકરભાઈ ઠાકોર (રહે. અગાસ આશ્રમ પાછળ)એ રૂા. ૧૦,૦૦૦નો સેશન ઉપર તેમજ સુરેશભાઈ ભલાભાઈ પટેલ (રહે. ચાંગા)એ રૂા. ૫,૨૦૦નો મેચ જીતવા ઉપર રમવા બાબતે ફોન કરી જણાવ્યું હોવાનું કબૂલ્યું હતું.

(6:18 pm IST)