Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ગુજરાત સ્‍થાપના દિને સેવા પ્રકલ્‍પ કાર્યક્રમઃ

રાજકોટ :૧ મે, ૨૦૨૨ - ગુજરાત રાજય સ્‍થાપના દિવસે આઝાદીના અમૃત મહોત્‍સવના ઉપલક્ષ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડો. હેડગેવાર જન્‍મ સતાબ્‍દી સેવા સમિતિ સાથે રહીને લોકોની સેવાના ઉદેશ્‍યથી ‘વીઝડમ ઓન વ્‍હીલ્‍સ' સેવા પ્રકલ્‍પના માધ્‍યમથી સેવાબસ્‍તીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. ગુજરાત રાજય સ્‍થાપના દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટના રૈયાધાર પાસે આવેલ મારવાડી સેવા બસ્‍તીમાં જઈને વીઝડમ ઓન વ્‍હીલ્‍સના માધ્‍યમથી ત્‍યાંના બાળકોને શિક્ષણ, સંસ્‍કૃતિ અને સંસ્‍કાર પ્રદાન કરવાનું કાર્ય કરવામાં આવેલ સાથે સાથે અભ્‍યાસ ન કરતા બાળકોને શાળામાં પ્રવેશ માટે માહિતી અને પ્રોત્‍સાહન પૂરું પાડી તેઓને શિક્ષણનું મહત્‍વ સમજાવવામાં આવેલ હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી એ જણાવ્‍યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણની સાથે સાથે સામાજીક ઉતરદાયિત્‍વના કાર્યો કરવામાં આવે છે. ‘જયાં જન ત્‍યાં શિક્ષણ'એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ‘વીઝડમ ઓન વ્‍હીલ્‍સ' અંતર્ગત શિક્ષણ સાથે વિવિધ પ્રવૃત્તિઓ સેવા બસ્‍તીમાં જઈને કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાત રાજય સ્‍થાપના દિવસે આ બાળકોને ચોપડા, પેન્‍સીલ અને નાસ્‍તો અર્પણ કરી સેવાકાર્ય કરવામાં આવ્‍યું. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના રાજકોટ મહાનગરના સંઘચાલકજી ડો. જીતેન્‍દ્રભાઈ અમલાણી, રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ વ્‍યવસ્‍થા પ્રમુખ નરેન્‍દ્રભાઈ દવે, રાજકોટ મહાનગરના સેવા પ્રમુખ ભરતભાઈ કુવારીયા, કેમેસ્‍ટ્રી ભવનના પ્રાધ્‍યાપક ડો. મનીષભાઈ શાહ, ભાસ્‍કરભાઈ રાવલ, ભરતભાઈ જોશી, જયપ્રકાશભાઈ ફુલારા, ટંકારીયાભાઈ તથા મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. 

(5:09 pm IST)