Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

'કેન્દ્ર સરકારનો સહયોગ મળતા ગુજરાતમાં વીજસંકટથી બાકાત રહ્યું : ઉર્જામંત્રી કનુ દેસાઈ

નાણાંમંત્રી કનુ દેસાઈએ વાપીમાં ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપી:ગુજરાતના વીજ સંકટને લઈ મોટું નિવેદન આપ્યું

સુરત : સમગ્ર દેશમાં અત્યારે વીજ સંકટની સમસ્યા ઊભી થઈ છે.ત્યારે ગુજરાતમાં વીજ સંકટને લઈને વાપીમાં રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ નિવેદન આપતા કહ્યું કે કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતમાં હજુ સુધી વીજ સંકટથી બાકાત રહી શક્યુ છે.આગામી સમયમાં પણ રાજ્યમાં વીજ સંકટ ઊભું ન થાય તે માટે કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકાર પૂરેપૂરા પ્રયાસો કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે ભાજપના લઘુમતી મોરચાના પ્રદેશ કારોબારીના સભ્ય અને વાપીમાં મુસ્લિમ સમાજના અગ્રણી તરફથી યોજાયેલી આ ઇફ્તાર પાર્ટીમાં વાપીના મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી અને આ ઇફ્તાર પાર્ટીમાં રોજા છોડ્યા હતા. 

મહત્વપૂર્ણ છે કે ભાજપના લઘુમતી મોરચાના પ્રદેશ કારોબારીના સભ્ય અને વાપીમાં મુસ્લિમ સમાજના અગ્રણી એવા મોહમ્મદ ઈશા ઉર્ફે  બબલુ ભાઈ દ્વારા યોજાયેલી ઇફ્તાર પાર્ટીમાં વાપીના મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી અને આ ઇફ્તાર પાર્ટીમાં રોજા છોડ્યા હતા.

   
 
   
(11:47 pm IST)