Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિર સામે પાલિકા દ્વારા નંખાયેલા RO પ્લાન્ટનું સાંસદ મનસુખભાઇના હસ્તે ઉદ્ઘાટન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં યુવા પાલિકા પ્રમુખે સુકાન સંભાળ્યા બાદ પીવાના પાણી સહિત અનેક સમસ્યા હલ કરી છે ત્યારે આજે શહેરમાં ચાર જગ્યાઓ પર 20 લાખના ખર્ચે આર.ઓ.વોટર પ્લાન્ટ નાખ્યા હોય જે પૈકી પૌરાણિક હરસિધ્ધિ માતાના મંદિર ની સામે ના પ્લાંટનું સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવા ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
આ આર.ઓ પ્લાન્ટમાં ઉદ્ઘાટનમાં સાંસદ મનસુખભાઇ વસાવા,પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, ઉપ પ્રમુખ રવિભાઈ માછી,મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડિયા,સહિત બીજેપી હોદ્દેદારો અને પાલિકા ના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા,આમ આજે ગુજરાત સ્થાપના દિવસે રાજપીપળા નગરપાલિકા દ્વારા ચાર જગ્યાઓ ઉપર આર.ઓ.પ્લાન્ટ અને બે જગ્યા પર પિક અપ બસ સ્ટેન્ડ ખુલ્લા મૂકી પાલિકા દ્વારા લોક ઉપયોગી કામ કરવામાં આવ્યા હતા.

   
 
   
(10:58 pm IST)