Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

દેડીયાપાડાના માલ સામોટ ખાતે હેપ્પી ફેસીસ સંસ્થા દ્વારા ૪૦ જેટલી બહેનોને પ્રશિક્ષણ આપી તાલીમ બધ્ધ કરાયાં

અંતરિયાળ અને દૂર્ગમ વિસ્તારની મહિલાઓ ઘર આંગણે જ સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે દિશાના હેપ્પી ફેનીસ સંસ્થાના પ્રયાસો જારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લો એસ્પિરેશનલ જિલ્લો જાહેર કરાયેલ છે. ત્યારે જિલ્લાની અંતરિયાળ અને દૂર્ગમ વિસ્તારની મહિલાઓ ઘર આંગણે જ સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે માટે સધન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.દેશના વિદેશમંત્રી અને રાજ્યસભાના સાંસદ એસ.જયશંકરે દેડીયાપાડાના સામોટ ગામને દત્તક લીધેલ છે જેથી તેમની આગવી પહેલના લીધે અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ દેડીયાપાડાના માલ સામોટ ગામે નારી શક્તિ કેન્દ્ર ખાતે  હેપ્પી  ફેસીસ સંસ્થા દ્વારા   તાજેતરમાં અંદાજે ૪૦ જેટલી  બહેનોને સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓના લાભો સમયસર અને ઝડપથી મળે તે માટે  બહેનોને પ્રશિક્ષણ આપીને  તાલીમબધ્ધ કરાયાં હતાં.

  હેપ્પી ફેસીસ સંસ્થાના મુખ્ય સંચાલક રીટાબેન ભગત દ્વારા પાઠવાયેલ  શુભેચ્છા સંદેશ દ્વારા  કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ અવસરે હેપ્પી ફેસીસ ફાઉન્ડેશનના દક્ષાબેન,મયુરભાઈ અને ડૉ.રાહુલભાઈ પટેલે

મહિલાઓ સ્વનિર્ભર બની શકે તે હેતુસર સ્ટીચીગ, મેક્રેમેની તાલીમ,  પડીયા પતરાળા બનાવવાની તાલીમની સાથે તેમને જન કલ્યાણકારી  વિવિધ  યોજનાઓની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.

   
(10:54 pm IST)